મહારાષ્ટ્ર સરકાર ઘરે-ઘરે જઇને કોરોના વેક્સિન આપશે

194

(જી.એન.એસ.)મુંબઇ,તા.૩૦
મહારાષ્ટ્રની સરકારે હવે ઘરે ઘરે જઈને કોરોનાની વેક્સીન આપવાનુ નક્કી કર્યુ છે. આ માટે રાજ્ય સરકાર કેન્દ્ર પર આધાર નહીં રાખે. આ અભિયાનના પાયલોટ પ્રોજેક્ટને પૂણેમાં હાથ ધરવામાં આવશે.રાજ્ય સરકારે મુંબઈ હાઈકોર્ટને આ જાણકારી આપી હતી. ઘરે ઘરે જઈને વેક્સીન આપવા અંગેની પિટિશનની સુનાવણી દરમિયાન સરકારે કોર્ટને આ જાણકારી આપી હતી. પિટિશનમાં માંગ કરવામાં આવી હતી કે, જે લોકો ઘરડા છે અને ગંભીર બીમારીના કારણે ઘરેથી બહાર નીકળી શકતા નથી તેમને ઘરે બેઠા વેક્સીન આપવામાં આવે.આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને સવાલ પણ પૂછ્યો હતો કે, ઘરે ઘરે જઈને રસી આપવા માટે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર કેમ છે, શું રાજ્ય સરકાર દરેક કામ કેન્દ્રને પૂછીને કરે છે, બિહાર-કેરલ અને ઝારખંડે આ માટે કેન્દ્ર સરકારની મંજૂરી લીધી હતી? હાઈકોર્ટે સરકારને પોતાની નીતિ સ્પષ્ટ કરવા માટે ૩૦ જૂન સુધીનો સમય આપ્યો હતો.એ પછી રાજ્ય સરકારે જવાબ આપ્યો છે કે, કેન્દ્રની મંજૂરી વગર ઘરે જઈને રસી આપવામાં આવશે. સરકારે વધુમાં કહ્યુ હતુ કે, પૂણેના વિદ્યાર્થીઓના વેક્સીનનેશનના અનુભવ અને આ જિલ્લાના કદને ધ્યાનમાં લેતા પૂણેમાં તેનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવાનુ નક્કી કરાયુ છે.કોર્ટે સાથે સાથે ટકોર કરી હતી કે, સરકાર ઘરે ઘરે જઈને વેક્સીન મુકવા માટે ડોક્ટરનુ સર્ટિફિકેટ જરૂરી છે તેવી શરત ના મુકે.

Previous articleભારત બાયોટેકને બ્રાઝિલે આપ્યો ૩૨૪ મિલિયન ડૉલરનો ઝટકો, કોવેક્સિનની ડીલ રદ્દ
Next articleજમ્મૂના કાલચૂક અને કંજવાની વિસ્તારમાં ડ્રોન જોવા મળતા સુરક્ષાદળો એલર્ટ પર