વહેલી સવારે લાગેલી આગ પાંચ કલાકની જહેમત બાદ કાબુમાં આવી : ૧.૨૫ કરોડના નુકશાનીનો અંદાજ
મહુવા તાલુકાના નેસવડ ચોકડી પાસે આવેલી હરીપરા ગામ નજીક આવેલી એક ડીહાઈડ્રેશન આજે વહેલીસવારે વિકરાળ આગ લાગી હતી. જેની જાણ ફાયર બ્રિગેડને કરાતા મહુવા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને ૧૦થી વધુ ગાડી પાણીનો છંટકાવ કરી પાંચેક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
આગમાં ડીહાઈડ્રેશનનો તૈયાર માલ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. જેમાં ૧.૨૫ કરોડ જેટલું નુકશાન થયુ હોવાનું અંદાજ લગાવાઈ રહ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર નેસવડ ચોકડી નજીક હરીપરા ગામ પાસે આવેલ આર.એસ.ફુડ્સ નામની ઈમરાનભાઈ મીનસારીયાની ડીહાઈડ્રેશન ફેકટરીમાં આજે વહેલી સવારે ૫.૩૦ કલાકે અચાનક આગ લાગી હતી. જેની જાણ મહુવા ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.પાણી છાંટી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. પાંચેક કલાકની જહેમત બાદ દસથી વધુ ગાડી પાણી છાંટી આગ બુઝાવી હતી. આ આગમાં ડીહાઈડ્રેશનનો તૈયાર કરાયેલી એક્સપોર્ટ કરવાનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આગમાં રૂા.૧.૨૫ કરોડ જેટલું નુકશાન થયુ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. આગનું કારણ હજુ સુધી જાણવા મળેલ નથી.