તા.૧જુલાઇનાં રોજ ચાર્ટડ એકાઉન્ટન્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા ભાવનગર બ્રાંચ દ્વારા પણ ઉજવણી કરાયેલ જેમાં ભાવનગર બ્રાંચ ખાતે ધ્વજવંદન તથા કાળીયાબીડ ભગવતી સર્કલ થી સરદાર પટેલ સ્કુલ વાળા રોડ ઉપર ટ્રી ગાર્ડ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર એકટીવીટીમાં ભાવનગર બ્રાંચના ચેરમેન આશિષ રોકડીયા, રમીએ સભ્યો ૫૧ વિધાર્થીઓ ઉત્સાહ જોડાયા હતા.