રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૫ રૂપિયા જેટલો તોતિંગ વધારો

381

પેટ્રોલ-ડિઝલ, દૂધ બાદ હવે રાંધણ ગેસના સિલિન્ડરમાં પણ વધારો : ફેબ્રુઆરી-માર્ચમાં ભાવ વધારા બાદ એપ્રિલમાં ભાવ ઘટ્યા હતા જ્યારે મેમાં કંપનીઓ દ્વારા ગેસ સિલેન્ડરના ભાવમાં ભાવ વધારો કરાયો નહતો
(સં. સ. સે.) નવી દિલ્હી, તા. ૧
મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને વધુ એક થપાટ પડી છે. પેટ્રોલ ડીઝલના ભાવ પહેલેથી જ આભને આંબે છે ત્યારે હવે સરકારી ઓઈલ કંપનીઓએ રાંધણ ગેસના ભાવ પણ વધાર્યા છે. દિલ્હીમાં આજથી ૧૪.૨ કિલોગ્રામવાળો સિલિન્ડર ૮૦૯ રૂપિયાની જગ્યાએ ૮૩૪.૫૦ રૂપિયામાં મળશે. એટલે કે સીધો ૨૫.૫૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. આ અગાઉ ૧ મેના રોજ ગેસ કંપનીઓએ ન્ઁય્ ય્ટ્ઠજ ઝ્રઅઙ્મૈહઙ્ઘીિ ના ભાવામાં કોઈ ફેરફાર કર્યો નહતો. તે પહેલા એપ્રિલમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. જ્યારે ફેબ્રુઆરી અને માર્ચમાં ભાવ વધ્યા હતા. મુંબઈમાં પણ ૧૪.૨ કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરોનો ભાવ હવે ૮૩૪.૫૦ રૂપિયા છે. જ્યારે અત્યાર સુધી ૮૦૯ રૂપિયા હતો. કોલકાતામાં એલપીજી સિલિન્ડરનો ભાવ ૮૩૫.૫૦ રૂપિયાથી વધીને ૮૬૧ રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. જ્યારે ચેન્નાઈમાં એલપીજી સિલિન્ડરનો ભાવ આજથી ૮૫૦.૫૦ થયો છે. ગઈ કાલ સુધી ૮૨૫ રૂપિયા હતો. ઉત્તર પ્રદેશના લખનઉમાં એલપીજી સિલિન્ડર માટે તમારે ૮૭૨.૫૦ રૂપિયા આપવા પડશે.
ગુજરાતમાં અમદાવાદમાં એલપીજી સિલિન્ડરના આજથી ૮૪૧.૫૦ રૂપિયા ચૂકવવા પડશે. અત્રે જણાવવાનું કે વર્ષ ૨૦૨૧ની શરૂઆત એટલે કે જાન્યુઆરીમાં દિલ્હીમાં એલપીજી સિલિન્ડરનો ભાવ ૬૯૪ રૂપિયા હતો. જે ફેબ્રુઆરીમાં વધીને ૭૧૯ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો. ૧૫ ફેબ્રુઆરીમાં ભાવ વધીને ૭૬૯ રૂપિયા કરી દેવાયા. ત્યારબાદ ૨૫ ફેબ્રુઆરીના રોજ એલપીજી સિલિન્ડરના ભાવ ૭૯૪ રૂપિયા થયો. માર્ચમાં એલપીજી સિલિન્ડરનો ભાવ ૮૧૯ રૂપિયા થયો. એપ્રિલની શરૂઆતમાં તેમાં ૧૦ રૂપિયા કાપ બાદ રાંધણ ગેસનો ભાવ ૮૦૯ રૂપિયા થયો. વર્ષમાં જોઈએ તો એલપીજી સિલિન્ડરના ભાવ ૧૪૦.૫૦ રૂપિયા સુધી વધી ચૂક્યા છે.

Previous articleલોકોની સાવચેતી, રસીકરણથી કોરોનાની ત્રીજી લહેર ટળી શકે છે
Next articleદેશમાં ૧૨ વર્ષથી ઉપરના બાળકો માટે રસી તૈયાર, કેડિલાએ ઇમરજન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી