કલોલમાં ચોરીનુ પ્રમાણ વધી રહ્યુ છે ત્યારે સિંદબાદ હાઇવે પર આવેલી એક સોસાયટીમાં રહેતો પરિવાર મકાન બંધ કરીને ઇન્દોર સબંધીને ત્યાં લગ્નમાં હાજરી આપવા ગયો હતો. ત્યારે ઘરફોડીયાઓ મકાનમાંથી આશરે ૪ લાખની મત્તા ચોરી ગયા હતા. બનાવની ફરિયાદ કલોલ પોલીસ મથકમાં નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી હતી.
કલોલમાં ચોરીનુ પ્રમાણ વધી રહ્યુ છે ત્યારે સિંદબાદ હાઇવે પર આવેલી એક સોસાયટીમાં રહેતો પરિવાર મકાન બંધ કરીને ઇન્દોર સબંધીને ત્યાં લગ્નમાં હાજરી આપવા ગયો હતો. બનાવની ફરિયાદ કલોલ પોલીસ મથકમાં નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી હતી. કલોલ સિંદબાદ હાઈવે પાસે આવેલી ૯, અસરા સોસાયટીમાં રહેતા અને જિલ્લા પ્રોજેકટ એન્જિનીયર તરીકે ફરજ બજાવતા મહંમદ અયાઝ મુસ્તાકભાઈ મનસુરી ગત ૭ એપ્રિલના રોજ પોતાના પરીવાર સાથે સગાના ત્યાં લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયા ઈન્દોર ગયા હતા.
તસ્કરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો, અને ઘરની તિજોરીમાં મુકેલ દાગીના તેમજ રોકડ મળી કુલ ૩.૯૪.૮૦૦ની મતા ચોરી પલાયન થઈ ગયા હતા. આ અંગે પડોશીને જાણ થતા તેમને મહંમદ અયાઝ ભાઈને ફોન કરી જાણ હકીકત જણાવી હતી. જેથી પરીવાર લગ્નમાંથી તાત્કાલિક પરત ફર્યો હતો.