સર્વોત્તમ ડેરીમાંથી ચોરાયેલ ઘીના ડબ્બા સાથે એક ઇસમને રાજસ્થાનથી પકડી લાવતી સિહોર પોલીસ

190

૧૪૪૦ ડબ્બાની ચોરી થયેલી જે પૈકી રૂા.૨૦.૬૦ લાખની કીંમતના ૩૩૪ ડબ્બા પોલીસે ઝડપી લીધા
ભાવનગર રેન્જ નાં આઇ.જી.પી. અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે મિલ્કત સંબધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવાની સુચના આપેલ હોય જે અનવ્યે પાલીતાણા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ શિહોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.ગોહીલે પોસ્ટેના ડી સ્ટાફ તથા પોલીસ સ્ટાફના માણસોને અનડીટેકટ ગુન્હા અંગે ભાર આપી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સખત સુચના આપેલ. ઉપરોકત સુચના અને માર્ગદર્શન મુજબ શિહોર પોલીસ સ્ટેશનમાં સર્વોતમ ડેરીમાંથી ૧૪૪૦ ડબ્બા ઘીના ચોેરાયાની ફરિયાદ આઇ.પી.સી. કલમ ૪૦૭ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હો ગંભીરતાથી લઇ શિહોર પો.સ્ટે.ના પો.ઇન્સ. કે.ડી.ગોહીલે એક ટુકડી રાજસ્થાન તપાસમાં મોકલેલ જેઓએ આરોપી લક્ષમણલાલ શ્રવનકુમાર ઢોલી રહે.કલ્યાણપુર ગામ તા-કપાસણ જી.ચીંતોડગઢ રાજસ્થાન વાળાને ટેકનીકલ સેલની મદદથી ઝડપી પાડેલ તેમજ તેના કબ્જામાંથી અમુલ ઘીના ડબ્બા ૩૩૪ કિ.રૂ. ૨૦૬૦૭૮૦-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કરેલ.આ કામગીરીમાં શિહોર પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.ગોહીલ તથા સ્ટાફના આર.આઇ.લાંગાવદરા, પી.વી.ગોહીલ તથા કુલદીપસિંહ ગોહીલ, શક્તિસિંહ સરવૈયા, રામદેવસિંહ જાડેજા, જગતસિંહ ગોહીલ, અનિરુધ્ધસિંહ ડાયમા, પ્રવીણભાઇ મારુ, કીરીટભાઇ સોરઠીયા, જયતુભાઇ દેસાઇ, અશોકસિંહગોહીલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

Previous articleદેશમાં ૧૨ વર્ષથી ઉપરના બાળકો માટે રસી તૈયાર, કેડિલાએ ઇમરજન્સી ઉપયોગ માટે માંગી મંજૂરી
Next articleભાવનગર જિલ્લાના મહુવા તળાજા હાઇવે પર સિંહે લટાર મારી, પશુઓને દોડાવ્યા