ભાવનગર જિલ્લાના મહુવા તળાજા હાઇવે પર સિંહે લટાર મારી, પશુઓને દોડાવ્યા

288

ભાવનગર જિલ્લાના મહુવા-તળાજા હાઇવે રોડ પર સિંહ લટાર મારતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે, મહુવા-તળાજા હાઇવે પર સિંહ ત્રણ દિવસ પહેલાનો વીડિયો હોવાનું ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું હતું,ત્રણ દિવસ પૂર્વ મહુવા-તળાજા હાઇવે રોડ પર અચાનક સિંહ રોડ પર લટાર મારતો હોય તેવો વીડિયો એક કાર ચાલકે ઉતારેલો હોય, સાંજના સમયે ચારો કરીને પોતાના મુકામે પરત ફરતા સિંહે દોડ મૂકી હતી અને ગાયો પોતાનો જીવ બચાવવા દોડી હોય તેવા દર્શયો દેખાય રહ્યા છે.હાઇવે રોડ પર જંગલનો રાજા સિંહ રસ્તાની સાઈટમાં રસ્તાપર લટાર મારતો જોવા મળ્યો હતો. જેથી રોડ પરથી પસાર થતા લોકોને સિંહ જોઈને આનંદીત થયા હતા, આમ તો સિંહ લોકોને ભાગ્યે જ જોવા મળતો હોય છે. ભાવનગર જિલ્લામાં પાલીતાણા, જેસર, પાલીતાણાના ભંડારીયા, તળાજા, દરિયાકાંઠા ગામો અને વાડી વિસ્તારમાં, તળાજાના ગામો, મહુવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સિંહો લટાર મારતા જોવા મળી રહ્યાં છે.આમ ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોને બૃહદગીર તરીકે વિકસવામાં આવ્યો છે અને કારણે ગીરના સિંહો હવે ભાવનગર અને અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યાં છે.

Previous articleસર્વોત્તમ ડેરીમાંથી ચોરાયેલ ઘીના ડબ્બા સાથે એક ઇસમને રાજસ્થાનથી પકડી લાવતી સિહોર પોલીસ
Next articleએક્રેસીલ લીમીટેડને સર પ્રભાશંકર પટ્ટણી એક્સેલ એવોર્ડ ઓફ એકસેલન્સ એનાયત કરાયો