સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સુમીટોમો કેમિકલ ઇન્ડીયા લીમીટેડ (એક્સેલ ક્રોપ કેર લીમીટેડ) દ્વારા દર વર્ષે અલગ અલગ વિષય પસંદ કરી તેમાં સારું પ્રદર્શન કરનાર એકમને સર પ્રભાશંકર પટ્ટણી એક્સેલ એવોર્ડ ઓફ એક્સેલેન્સ આપવામાં આવે છે. જેમાં રૂ.૨૫,૦૦૦ અને લેટર ઓફ એપ્રીસીએશનનો સમાવેશ થાય છે.
ગત વર્ષ ૨૦૧૯-૨૦ નો એવોર્ડ લોકડાઉનની પરિસ્થિતિ અને કોરોના મહામારીનાં પરિણામે આપી શકાયો નહોતો જે એવોર્ડ આ વર્ષે આપવામાં આવેલ છે, આ એવોર્ડ વર્ષ ૨૦૧૯-૨૦ છે પરંતુ તેની થીમ “ ઁઇઈફછદ્ગર્ૈંંદ્ગ શ્ ઝ્રછઇઈર્ ંદ્ગ ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ ઁઈદ્ગડ્ઢછસ્ૈંઝ્ર” વર્ષ ૨૦૨૦-૨૧ની હતી અને આ વર્ષ કોરોના મહામારી અંતર્ગત જે ઔદ્યોગિક એકમોએ આ અંગે અમલીકરણ કરેલ તેને ધ્યાને લેવામાં આવ્યો હતો,આ એવોર્ડ માટે દર વર્ષની માફક વર્તમાન પત્રોમાં પ્રેસનોટ આપી પસંદ કરેલ વિષય અંતર્ગત અરજીઓ મંગાવવામાં આવેલ હતી, આવેલ અરજીઓની સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સુમીટોમો કેમિકલ ઇન્ડીયા લીમીટેડ (એક્સેલ ક્રોપ કેર લીમીટેડ) નાં પ્રતિનિધિઓની બનેલ સ્ક્રુટીની કમિટી દવારા ચકાસણી કરવામાં આવેલ અને તે ચકાસણીમાં વિષય અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન દાખવનાર મે.એક્રેસીલ લીમીટેડને એવોર્ડ માટે પસંદ કરવામાં આવી હતી, અને એવોર્ડ અને રૂ.૨૫,૦૦૦ નો ચેક આજરોજ એક્રેસીલ લીમીટેડનાં ચેરમેન ચિરાગભાઈ પારેખને એનાયત કરવામાં આવ્યો હતો,આ પ્રસંગે સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટનાં પૂર્વ ટર્મનાં પ્રમુખ મહેશભાઈ ભટ્ટ, વર્તમાન પ્રમુખ સુનિલભાઈ વડોદરીયા, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં પ્રમુખ કિરીટભાઈ સોની, ચેમ્બરનાં પૂર્વ-પ્રમુખ મેહુલભાઈ વડોદરીયા અને સુમીટોમો કેમિકલ ઇન્ડીયા લીમીટેડ તરફથી ડેપ્યુટી જનરલ મેનેજર સંજયભાઈ વડોદરીયા અને આસીસ્ટન્ટ મેનેજર પરેશભાઈ પાઠક ઉપસ્થિત રહ્યા હતા.