આગામી રથયાત્રાને લઈ નાઈટ કોમ્બીંગમાં ગેરકાયદેસર પિસ્ટલ તથા કાર્ટીસ સાથે એક ઈસમ ઝડપાયો

339

ગેરકાયદેસર પિસ્ટલ હથિયાર-૧, કાર્ટીસ નંગ-૩, કાર તથા મોબાઇલ સાથે કુલ કિ.રૂા ૫,૧૫,૩૦૦ના મુદામાલ સાથે ઘોઘારોડ પોલીસ ઝડપી લીધો
ભાવનગરમાં આગામી રથયાત્રાના અનુસંધાને અસરકારક કોમ્બીંગ નાઇટ દરમ્યાન અસામાજીક પ્રવૃતિ રોકવા ઘોઘારોડ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દ્વારા શિશુવિહાર સર્કલ વાહન ચેકીંગ દરમ્યાન કાર ચાલકને ઉભો રાખી તલાશી લેતા તેની પાસેથી ગેરકાયદેસર પિસ્ટલ હથિયાર તથા કાર્ટીસ મળી આવતા ઘોઘારોડ પોલીસ એક શખ્સને ઝડપી લીધો હતો.ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી રથયાત્રા સબબ કોમ્બીંગ નાઇટ રાઉન્ડામાં પેટ્રોલીંગ હતા, દરમ્યાન શિશુવિહાર સર્કલ પાસે અલગ અલગ ટીમ બનાવી વાહન ચેકીંગ કરતા હતા. એક કાળા કલરની મહિન્દ્રા ઠેંફ૩૦૦ કાર ચેક કરતા આરોપી પરવેઝભાઇ અબ્દુલવહાબભાઇ શેખ ઉ.વ.૪૦ ધંધો-વેપાર, રહેવાસી-જોગીવાડની ટાંકી, કાંમ્બડ ફળી, શેખજી મંજીલ ભાવનગર વાળા પાસેથી દેશી બનાવટની પિસ્ટલ-૧ કિ.રૂ.૧૦,૦૦૦ તથા જીવતા કાર્ટીસ નંગ-૩ કિ.રૂ.૩૦૦ તથા મહિન્દ્રા ઠેંફ૩૦૦ કિ.રૂા.૫ લાખ તથા એક મોબાઇલ કિ.રૂા.૫,૦૦૦ મળી કુલ કિ.રૂ.૫,૧૫,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ શખ્સ વિરૂધ્ધ પો.સબ.ઇન્સ ટી.એલ.માલએ ફરિયાદ આપી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યાવાહી હાથ ધરી છે.

Previous articleએક્રેસીલ લીમીટેડને સર પ્રભાશંકર પટ્ટણી એક્સેલ એવોર્ડ ઓફ એકસેલન્સ એનાયત કરાયો
Next articleઆજે જિલ્લામાં ૧ પોઝિટિવ કેસ નોંધાયો જયારે ૧ દર્દી બન્યા કોરોનામુક્ત