આજે જિલ્લામાં ૧ પોઝિટિવ કેસ નોંધાયો જયારે ૧ દર્દી બન્યા કોરોનામુક્ત

447

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૪૦૫ કેસો પૈકી ૧૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ
ભાવનગર જિલ્લામાં આજરોજ ૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૪૦૫ થવા પામી છે. જેમાં તાલુકામાં ૧ પોઝિટિવ કેસ નોંધાતા વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ કેસ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૪૦૫ કેસ પૈકી હાલ ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૬ દર્દીઓનું અવસાન થયેલ છે.

Previous articleઆગામી રથયાત્રાને લઈ નાઈટ કોમ્બીંગમાં ગેરકાયદેસર પિસ્ટલ તથા કાર્ટીસ સાથે એક ઈસમ ઝડપાયો
Next articleડરામણા અવતારમાં જોવા મળી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી