ભેળસેળ કરતાં કે અખાદ્ય પદાર્થ વેચતા કોઈ ચમરબંધીને છોડાશે નહી : મનુભાઈ પટેલ

747
gandhi1242018-3.jpg

ભેળસેળીયા, અખાદ્ય પદાર્થો વેચનાર – બનાવનાર પર કોર્પોરેશને લાલ આંખ કરી છે. આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનુભાઈએ જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારના તમામ ભેળસેળ કરતા વેપારી કે અન્યને પકડીને કાર્યવાહી કરવાનો હુકમ અધિકારીઓને હાલ આપવામાં આવ્યો છે. 
સ્વચ્છતા સાથે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતાં તત્વોને મનપા વિસ્તારમાં ચલાવી લેવામાં આવશે નહી. કોર્પોરેશનની ટીમોને લગાડી તમામ અખાદ્ય પદાર્થ કે ભેળસેળ વેચતા-બનાવતા કે અન્યો પર કડક કાર્યવાહી કરવાની શરૂ કરાશે. 
ઉનાળામાં ફુડ પોઈઝનીંગના કેસ વધુ બને છે તેવા સંજોગોમાં મનપા વિસ્તારના નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રસ, શેરડી રસ, ખરાબ સોસ, અખાદ્ય પદાર્થે કે ખાવાની વસ્તુઓમાં ભેળસેળ કરતા હશે તેવા કોઈ ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે તેવું કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા અધિકારીઓ ને કાર્યવાહી કરવાની કડક સૂચના આપવામાં આવી છે. 
ઉનાળામાં કેરીના રસના નામે ભળતા પદાર્થો નાગરિકોને પધરાવી દેવામાં આવે છે. જયારે શેરડીના રસમાં સેકરીન જેવા ગળ્યા પદાર્થો ભેળવવામાં આવે છે. ગાજર તરબૂચમાં પણ સેકરીન દ્વારા ગળપણ કરવામાં આવે છે અને મસાલા, મરચુ, હળદળ વગેરેમાં પણ ભૂસુ જેવા પદાર્થો ભેળવવામાં આવે છે. હમણાં બોરીજમાં કોળા-બટાકામાંથી ટામેટો સોસ નકલી બનાવતો વેપારી ફરિયાદને પગલે ભાગી ગયો છે. ત્યારે આવી સૂચનાથી નાગરિકોને શુધ્ધ ખાણીપીણી મળી રહે તે જોવાની જવાબદારી કોર્પોરેશનની છે.

Previous article કલોલમાં જિલ્લા પ્રોજેક્ટ મેનેજરના બંધ મકાનમાંથી ચાર લાખની ચોરી
Next article બાબાસાહેબની જન્મ જયંતિએ મૂર્તિને રંગરોગાન