લાપાળીયા પ્રા.શાળામાં પાણીના પરબનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

657

પાલિતાણા તાલુકાના લાપાળીયા પ્રા. શાળામાં આદરણીય દાતાશ્રી સુશીલાબા શાહ ફાઉન્ડેશન – મુંબઈ દ્વારા પરમાણંદ દાદાના પરિવાર દ્વારા લાપાળીયા પ્રા. શાળામાં બાળકોના હિતને ધ્યાનમાં રાખી રંભાબા જલધારા (પાણીનું પરબ) બાંધી આપવામાં આવેલ. જેનું ઉદઘાટન આજ રોજ તા : ૦૨/૦૭/૨૦૨૧ના રોજ મુખ્ય ઉદઘાટક શ્રી શાંતિભાઈ પંડ્યાના વરદ હસ્તે કરવામાં આવેલ. જેમાં અતિથિ વિશેષ લાલજીભાઈ સોલંકી (બી.આર. સી.), પ્રવીણભાઈ ગોહિલ (સાંજણાસર), ઘનશ્યામભાઈ ચભાડીયા (ઠાડચ), ભરતભાઈ ત્રિવેદી (સરપંચ નાની રાજસ્થળી) તથા ગામ આગેવાનો, લાપાળીયા સરપંચશ્રી પ્રેમજીભાઈ બારૈયા, શાળાની જીસ્ઝ્ર કમિટી, પંચાયતના સભ્યશ્રીઓ, ગામના બાળકો, યુવાનો, શાળાના આચાર્યશ્રી, સ્ટાફ તથા અન્ય ગામના આમંત્રિત મહેમાનોની હાજરીમાં પાણીના પરબનું ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં આમંત્રિત મહેમાનોનું કુમકુમ તિલકથી શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્યશ્રી હેમુભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યા. આ કાર્યમાં જેનો શ્રેષ્ઠ ફાળો રહ્યો છે તેવા શાંતિભાઈ પંડ્યા તેમજ તેમની ટીમના કાર્યની આછેરી ઝલક શ્રી કલ્પેશભાઈ ગુડાળા દ્વારા રજૂ કરવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનો તમામ સ્ટાફગણ ખડેપગે રહીને પોતાની ફરજ અદા કરી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દિનેશભાઇ સોલંકી દ્વારા કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, તાલુકા અને જિલ્લા પંચાયતના માજી સદસ્યશ્રી, બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા. આદરણીય પરમાણંદ દાદા, તેમનો પરિવાર તેમજ તેમનું મિત્ર વર્તુળ ભાવનગર જિલ્લાના પાલીતાણા, સિહોર, તળાજા અને મહુવા તાલુકાની ઘણી બધી શાળાઓમાં દર વર્ષે શાળા ઉપયોગી શૈક્ષણિક કીટ મળતી રહે છે. લાપાળીયા પ્રા.શાળાને દાદા તરફથી શૈક્ષણિક કીટ, કપડા, બોર્ડ તથા પાણીની પરબ માટે માતબર રકમ પણ મળેલ છે.

Previous articleઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝ પહેલાં ભારત એક પ્રેક્ટિસ મેચ રમશે
Next articleસીટી બસના રૂટ શરૂ કરવા માંગણી