નવજોત સિંહ સિદ્ધુ પર પાર્ટી હાઈકમાન્ડ હવે મહેરબાન

631

જલદી મળી શકે છે મોટી જવાબદારી : પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમાસાણને ખતમ કરવા પાર્ટી હાઈકમાન્ડ તરફથી જલદી મોટો નિર્ણય લેવાશેે
(સંપૂર્ણ સ. સે.) ચંડીગઢ, તા.૨
પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમાસાણને ખતમ કરવા માટે પાર્ટી હાઈકમાન તરફથી જલદી મોટો નિર્ણય લેવાઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હાઈકમાન નવજોત સિંહ સિદ્ધુ પર મહેરબાન જોવા મળી રહી છે. તેમને જલદી કોઈ મોટી જવાબદારી મળી શકે છે. આગામી વર્ષે થનારી પંજાબ વિધાનસભા ચૂંટણીને જોતા પાર્ટી હાઈકમાન પંજાબમાં એન્ટી ઈન્કમ્બન્સી (સત્તા વિરોધી લહેર)ને દૂર કરવાની કોશિશમાં છે. આ માટે કેપ્ટન અમરિન્દર સિંહ મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે. કોઓર્ડિનેશન કમિટીએ પણ તેની ભલામણ કરી છે. નવજોત સિંહ સિદ્ધુ હાલ દિલ્હીમા છે અને તાજેતરમાં જ તેમણે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની મુલાકાત કરી હતી. જો કે સૂત્રોના જણાવ્યાં મુજબ રાહુલ ગાંધી નવજોત સિંહ સિદ્ધુથી નારાજ છે અને સોનિયા ગાંધી સાથે હજુ સુધી તેમની મુલાકાત થઈ શકી નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસ હાઈકમાન નવજોત સિંહ સિદ્ધુને પંજાબમાં કેમ્પેઈનિંગ કમિટીના ચીફનું પદ આપવા માંગે છે. પરંતુ સિદ્ધુ હાઈકમાનની આ ઓફરથી ખુશ નથી. મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ગુરુવારે કોંગ્રેસના હિન્દુ ભાઈચારાના નેતાઓ સાથે ૪ કલાક ચંડીગઢમાં બેઠક કરી. આ દરમિયાન હિન્દુ ભાઈચારાના નેતાઓએ સિદ્ધુ અંગે સીએમ સામે પોતાની વાત રજુ કરી. જેમાં ત્રણ મુખ્ય વાતો હતી. ૧. પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટી (PPCC) ચીફ હિન્દુ ભાઈચારાના નેતા હોવા જોઈએ. ૨ સિદ્ધુને(PPCC) ના ચીફ તરીકે સ્વીકારવામાં નહીં આવે. ૩. હાઈકમાને પંજાબના શહેરી વોટરને ધ્યાનમાં રાખવા જોઈએ. હાઈકમાને સીએમ કેપ્ટન અમરિન્દર સિંહને પ્રેસ કોન્ફરન્સ કરીને સ્થિતિ સ્પષ્ટ કરવા માટે કહ્યું હતું, પરંતુ હજુ સુધી સીએમએ પીસી કરી નથી. આ બધા વચ્ચે એવી અટકળો થઈ રહી છે કે અમરિન્દર સિંહ એકવાર ફરીથી દિલ્હી આવી શકે છે અને કોંગ્રેસ હાઈકમાન સાથે તેમની મુલાકાત થઈ શકે છે.
અકાલી દળના નેતા મહેશ ઈન્દર સિંહ ગ્રેવાલે નવજોત સિંહ સિદ્ધુ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પંજાબ બરબાદ થઈ રહ્યું છે અને કોંગ્રેસ પોતાની સીટ બચાવવામાં લાગી છે.

Previous articleબે દિવસના ઉછાળા બાદ કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો થયો
Next articleરાણપુર ખાતે જીલ્લા પોલીસ વડાનો લોક દરબાર યોજાયો