ભાવનગર શહેર /જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઇ- ચિંતન પ્રશિક્ષણ વર્ગના દ્વિતીય સત્રમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચેરમેન કામધેનું આયોગ, ડો. વલ્લભભાઈ કથીરીયાએ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિક્ષેત્રમાં સુધારા અને ઉપલબ્ધીઓ માટે લેવાયેલ ઐતિહાસિક નિર્ણયો અને ખેડૂત-હિતની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા. આ ઈ-ચિંતન સત્ર – પ્રશિક્ષણ વર્ગમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સાંસદ-ધારાસભ્યો, શહેર/જીલ્લાના હોદ્દેદારો, મંડલના તેમજ વિવિધ મોરચા, મહાપાલિકાના પદાધિકારીઓ, નગરસેવકો જીલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયતના પ્રમુખો-મહામંત્રીઓ-ઉપપ્રમુખોઓ સહિતના પદાધિકારીઓ-હોદ્દેદારો જોડાયા હતા.ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા દ્વારા શાબ્દિક સ્વાગત અને શહેર અધ્યક્ષ રાજીવભાઇ પંડ્યા દ્વારા આભારવિધિ કરવામાં આવેલ.