રાજુલા ન.પા. પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત છતા બે કરોડનો ચેક કાઢયો

737
guj4122018-1.jpg

રાજુલા નગરપાલ્કા ૧૯ સભ્ય્‌એ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસના સભ્ય્‌ દ્વારા જ મુકાય- છત્રજીતભાઈ ધાખડા દ્વારા ૧૯ સભ્ય્‌એ કરેલ પ હજારના બીલો ઉપરાંત વહીવટ નહીં થઈ શકેનો ઠરાવ જિલ્લા કલેકટરને મોકલ્યા તેનો ઉલાળીયો કરી અધધધ ર કરોડનો ચેક નિકળતા પાછો ખળભળાટ મચી ગયો સામ-સ્મે પત્રીકા યુધ્ધ છેડાયું.
રાજુલા નગરપાલિકાનો કોંગ્રેસના ર૭ સભ્યમાં ૧૯ સભ્યોએ નગરપાલ્કા પ્રમુખ મીનાબહેન વાઘેલાએ કરેલ છતડીયા રોડમાં ભર્ષટાચારથી છત્રજીતભાઈ ધાખડા નગરપાલ્કા ઉપપ્રમુખ સાથે વિમુખ થઈ પ્રમુખ મીનાબહેન વાઘેલા ઉપર અવિશ્વાસની દરખાસ્ત પણ મુકી તેમજ ૧૯ સભ્યો (કોંગ્રેસ)નાએ બહુમતીથી કરેલ ઠરાવ કે હાલના નગરપાલ્કા પ્રમુખ મીનાબહેન વાઘેલા અનેચ ીફ ઓફીસર પરીખ દ્વારા પાંચ હજારના બીલ ઉપરાંત એક પણ બીલ ન બનાવવું તેવો બહુમત ઠરાવ લખી અમરેલી જીલ્લા કલેકટર પણ મોકલાયેલ પણ કલેકટરને મોકલેલ ઠરાવનો ઉલાળીયો અને અધધ રૂા. ર કરોડનો ચેક કાઢતા શહેરમાં ખળભળાટ મચી ગયો. પ્રમુખ મીનાબહેન વાઘેલાને હટાવવા કોંગ્રેસના જ ૧૯ સભ્ય્‌ ભ્રષ્ટાચાર બાબતે વિમુખ થઈ મેદાનમાં આવ્યા હતાં. આ બાબતે મીના બહેન વાઘેલાએ પત્રીકા છાપી કે મે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી ૧૯ સદસ્યોને ભ્રષ્ટાચાર કરવો હતો અને મે ભ્રષ્ટાચાર કર્યો તે સાબીત થાય તો હું પ્રમુખ પદ છોડી દઈશ આ પ્રકારની પત્રીકા શહેરભરમાં પ્વહે છે. નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડાના નિવેદનમાં એમ કહેવાયુ કે મીનાબહેન વાઘેલાએ ભ્રષ્ટાચાર નથી કર્યાના ગાણા શહેરભરમાં વહેતા કર્યા છે તો અમો ૧૯ બહુમત સભ્યોનો કરેલ ઠરાવ છેક જિલ્લા કલેકટર સુધી પહોંચાડયો કે હવે પછી નગરપાલિકા પ્રમુખ મીનાબહેન વાઘેલા પાંચ હજારના બીલ સિવાય વધારે રૂપિયાનો કોઈ વહીવટ કરી શકે નહી આ રૂપિયા જનતાના છે કોઈની પેઢી નથી. કે પોતીકી જાણી ગમે તેમ વહીવટ કરી શકે આ તેની પત્રીકાનો જ જવાબ છે અને અવિશ્વાસની દરખાસ્ત મુકાય બાદ દિવસ -૧પમાં નગરપાલિકાના તમામ ર૭ સભ્યોની મીટીંગ લીગલી બોલાયવી પડે તેનું શું થયું ? હજી એ જબ્બર વિવાદ શરૂ જ છે ત્યાં આ કરોડનો ચેક પ્રમુખ મીનાબેન અને ચીફ ઓફીસર રાકેશ પરીખની સહીઓથી કયા આધારે કઢાયો તેની રાજુલાની જનતાને પત્રીકા છપાવીને આપે તેવો ઉપ્પુરમખ છત્રજીતભાઈ ધાખડાએ દાવોક ર્યો છે અને વધુમાં નોંધનીય બાબત એ કહી છે આ અમારા કરેલ ઠરાવ રૂા. પાંચ હજારને બદલે ર કરોડનો ચેક બાબતે જિલ્લા કલેકટર ખુદ તપાસ કરે તેવી ૧૯ સદસ્યોની માંગ છે. કારણ પત્રીકામાં એવો પણ ઉલ્લેખ છે કે અમો એ એક પણ બીલની મંજુરી નથી આપી અને ર-દિવસમાં જ રૂપિયા ર કરોડનો ચેક નિકળતા ખળભળાટ મચી ગયો છે.  ત્યારે ડેપ્યુટી કલેકટર કે એસ. ડાભી દ્વારા બીલ ન મંજુર કરવા સુચનાઓ અપાઈ ગઈ છે. આમારા પ્રમુખ મીનાબહેન વાઘેલાના ભ્રષ્ટાચાર ન કરવા સામેનો આખો જવાબ સવાલ જનતા સમુક્ષ મુકયો છે કે ર કરોડના ચેકમાં પ્રમુખ મીનાબહેનનું કેટલું કમીશન છે તેવી પત્રીકા છપાવીને નગરજનોને ખુલાસો કરે. ર – કરોડની ચેક બાબતે ખાતાકીય તપાસની માંગ ઉઠવા પામી છે. 

Previous articleરવિવારથી ગાંધીનગરમાં ટ્રાફિકના નિયમો તોડવા બદલ ઈ-મેમો અપાશે 
Next article અનિડા ગામે અકસ્માતમાં મૃત્યુ પામેલાના આત્મ કલ્યાણ અર્થે પ્રાર્થના સભા યોજાઈ