ભાવનગરમાં ૭.૧૯ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે ૫ આરોપીઓની ધરપકડ કરી

206

આરોપીઓએ ગુનાની કબૂલાત કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી : પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૮.૧૦ લાખનો મુદ્દમાલ કબજે કર્યો
તાજેતરમાં ભાવનગરના શિશુવિહારમાં એક રહેણાંક મકાનમાં ચોરીની ઘટના બની હતી. જેમાં ૭.૧૯ લાખના મત્તાની ચોરી થયાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ૨૬ જૂનના રોજ બનેલી ઘટનાના આરોપીઓને પકડવામાં ભાવનગરની પોલીસને સફળતા મળી છે. પોલીસ આ ગુનામાં ૫ જેટલા આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે ૭.૧૯ લાખની ચોરીના ગુનામાં અસ્લમ, અહેમદ, મુસ્તાક, મંહમદજુબેર અને આફતાબની ધરપકડ કરી છે. પોલીસે પૂછપરછ કરતા અસ્લમ અને મુસ્તાકે જણાવ્યું હતુંકે, ૨૬ જૂનના રોજ રાત્રે એકાદ વાગ્યાની આસપાસ પાંચેય આરોપીઓ શહેરના શિશુવિહાર પ્લોટ ન.૨૬૦૮માં રહેતા સાજીદ યુનુસભાઈ હમીદાણીના ઘરે ચોરી કરવા ઘૂસ્યા હતા. રહેણાંક મકાની અગાસી પર ચડી લાકડાના દરવાજાનું પાટીયું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં રાખેલા, સોનાના દાગીના, રોકડ રૂપિયા, મોબાઇલ ફોન અને લેડીઝ કાંડા ઘડીયાળો મળી કુલ ૭.૧૯ લાખની ચોરી કરી હતી. પોલીસે કબૂલાતના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ આરોપીઓને પકડવા માટે મહત્વની જગ્યાઓ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓ, એએનપીઆર કેમેરાઓની મદદ લેવામાં આવી હતી. તેમજ એલસીબી શાખાના ટેક્નિકલ સોર્સની મદદથી આરોપીની વિગતો એકઠી કરવામાં આવી હતી. પોકેટકોપ એપની મદદથી આરોપીઓએ અગાઉ આચરેલા ગુનાઓ સહિતની મહત્વની માહિતી મળી આવતા આરોપીઓને પકડવામાં સફળતા મળી હતી.આરોપીઓ પાસેથી કબ્જે કરેલો મુદામાલઆરોપીઓ પાસેથી ૨ નંગ સોનાના પાટલા, ૪ નંગ સોનાની બંગડી, સોનાનું પેંડલ, બુટ્ટી, ૫ નંગ સોનાની વિંટી, ત્રણ લેડીઝ કાંડા ઘડિયાળ, ઇમીટેશન જ્વેલરી, ૩ નંગ મોબાઇલ, રોકડ રૂપિયા સહિત કુલ ૮ લાખ ૧૦ હજાર ૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleભાવનગર રેડક્રોસની સેવાઓને બિરદાવતા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલ
Next articleભાલ પંથકના કાળાતળાવ ગામે મિઠા ઉધોગ માટે જમીન ન ફાળવવા ગ્રામજનોની ઉગ્ર માંગ