બેલડા પ્રા.શાળામાં શ્રી સૂરજબા રંગમંચનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

415

તળાજા, તા.૪
તળાજા તાલુકાનીબેલડા પ્રા. શાળામાં દાતા સુશીલાબા શાહ ફાઉન્ડેશન – મુંબઈ દ્વારા પરમાણંદ દાદાની પ્રેરણાથી અમેરિકા તથા મુંબઈ સ્થિત સૂરજબા પરિવાર તરફથી બાળકોના હિતને ધ્યાનમાં રાખી શ્રી સુરજબા રંગમંચ (પ્રાર્થના કક્ષ) શ્રીમતી સુરજ બેન ચુનિલાલ છગનલાલ શાહ તરફથીબાંધી આપવામાં આવેલ. જેનું ઉદઘાટન રમણીકભાઈ ધાંધલા (લોકસાહિત્ય કલાકાર) તથા ચંદુભાઈ પંડ્યાના હસ્તે કરવામાં આવેલ. જેમાં અતિથિ વિશેષ લાલજીભાઈ સોલંકી (નિયામકશ્રી ઉ.બુ.ડેમ )પ્રવીણભાઈ ગોહિલ (સાંજણાસર), ઘનશ્યામભાઈ ચભાડિયા (ઠાડચ) જયંતીભાઈ માંડવડા ,ડાયાભાઈ (સરપંચ બેલડા ગામ) તથા ગામ આગેવાનો, તાલુકા પંચાયત સભ્ય રાણાભાઇ સોલંકી તથા ભીખુભાઈ ભાદરકા તથા શાળાની જીસ્ઝ્ર કમિટી, પંચાયતના સભ્યશ્રીઓ, ગામના બાળકો, યુવાનો, શાળાના આચાર્યશ્રી, સ્ટાફ તથા અન્ય ગામના આમંત્રિત મહેમાનોની હાજરીમાં શ્રી સૂરજબા રંગમંચ નું ઉદઘાટન કરવામાં આવ્યું. શાળાના બધા બાળકોને સુરજબા પરિવાર તરફથી શૈક્ષણિક કીટ પણ અર્પણ કરવામાં આવેલ.આ પ્રસંગે મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્યશ્રી રમેશભાઈ એન મકવાણા દ્વારા કરવામાં આવ્યું. લોક સાહિત્યકાર રમણીકભાઈ એ લોકસાહિત્ય ની રમઝટ બોલિવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યા. આ કાર્યમાં જેનો શ્રેષ્ઠ ફાળો રહ્યો છે તેવા શાંતિભાઈ પંડ્યા તેમજ તેમની ટીમના કાર્યની આછેરી ઝલક શ્રી ઘનશ્યામભાઈ સભાડિયા દ્વારા રજૂ કરવામાં આવી. કાર્યક્રમનું સંચાલન શાંતિભાઈ દ્વારા કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, તાલુકા અને જિલ્લા પંચાયતના માજી સદસ્ય, બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.પરમાણંદ દાદા, સુરજબા તેમનો પરિવાર તેમજ તેમનું મિત્ર વર્તુળ ભાવનગર જિલ્લાના પાલીતાણા, સિહોર, તળાજા અને મહુવા તાલુકાની ઘણી બધી શાળાઓમાં દર વર્ષે શાળા ઉપયોગી શૈક્ષણિક કીટ મળતી રહે છે. શ્રી બેલડા પ્રા.શાળાને માતૃશ્રી સુરજબેન ચુનીલાલ છગનલાલ શાહ મુંબઈ તરફથી શૈક્ષણિક કીટ, પણ મળેલ છે.

Previous articleભાલ પંથકના કાળાતળાવ ગામે મિઠા ઉધોગ માટે જમીન ન ફાળવવા ગ્રામજનોની ઉગ્ર માંગ
Next articleભાવનગર જિલ્લામાં ૮૦ ટકા વાવણી કાર્ય પૂર્ણ