સૌરાષ્ટ્રની પ્રખ્યાત દેહાણ પરંપરાની વિસામણ બાપુની જગ્યા વિહળ ધામ ખાતે મહામંડલેશ્વર મહંત નિર્મળાબા ઊનડબાપુના સંકલ્પથી લક્ષ્મણબાપુના નવનિર્મિત મંદિરનું ખાત મુહુર્ત અને શિલાન્યાસની સંપૂર્ણ વિધિ શાસ્ત્રોક્ત વિધિ વિધાન દ્વારા શાસ્ત્રી દવે અજયભાઈ સામવેદી દ્વારા પૂર્ણ કરવામાં આવી ત્યારબાદ વિહળ પરિવાર અને ઠાકરના સેવકો દોઢ વર્ષ બાદ એકત્ર થયા ની એક સભા યોજવામાં આવી આ સભાનું સંચાલન મહેશભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ પ્રાસંગિક ઉદબોધન ઇતિહાસકાર રામકુભાઈ ખાચર દ્વારા કરવામાં આવ્યું હતું આ સભા મા સૌ સેવકોએ ભારે હર્ષ-ઉલ્લાસ સાથે ઉત્સવ મનાવ્યો હતો અને પ્રસાદ લઈ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમ મા પુ. શ્રી ભયલુબાપુ, પૂજ્ય ગાયત્રીબા, દીયાબા, બાળ ઠાકર પૃથ્વીરાજબાપુ, જમનાદાસ રાખશીયા (જમનબાપા), તેમજ જસકુભાઈ ડાંગર જૂનાગઢ તેમજ વિહળ પરિવાર અને ઠાકર ના સૌ સેવકો મોટી સંખ્યા મા હાજર રહ્યાં હતા.પૂજનવિધિ બાદ સભા મંડપમા ઠાકરના સહુ સેવક સમુદાય દ્વારા તુલસી પત્ર રૂપે યથાશક્તિ મંદિર નિર્માણ માટે દાન આપેલ હતુ.વિસામણબાપુની જગ્યા ખાતે પૂ.લક્ષ્મણબાપુના નૂતન મંદીરનું ખાતમુર્હત પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.