બિમાર સીનીયર સીટીઝનની મદદે આવતી સિહોર પોેલીસ

483

ગુજરાત રાજય પોલીસ વિભાગ દ્રારા Citizen portel શરૂ કરેલ હોય જે અનુસંધાને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીનાઓએ સુચના આપેલ હોય કે, તમામ પો.સ્ટે.માં સીનીયર સીટીઝનની નોંધણી કરવાની રહેશે જે અનુસંધાને આઇ.જી.પી.સા. તથા પોલીસ અધિક્ષક સા. તથા ના.પો.અધિક્ષકની સુચના તેમજ માર્ગદર્શન મુજબ શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અલગ-અલગ સીનીયર સીટીઝનોની નોંધણી કરેલ અને સીનીયર સીટીઝનોની વ્યવસ્થા તેમજ દેખ રેખ અને તેઓ ની મુલાકાત લેવા જણાવેલ હોય જે અન્વયે શિહોર માં નોધાયેલ નોધણી માંથી એક સીનીયર સીટીઝન ઘનશ્યામભાઇ ભીખાભાઇ ત્રિવેદી ઉ.વ.૮૫ રહે.ઉસરડ ગામ તા.શિહોર વાળાઓ એ પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ નાઓનો ફોન થી કોન્ટેક્ટ કરી મદદ માંગતા પોલીસ અધિક્ષકે પી.આઇ. કે.ડી.ગોહીલ ને તુર્તજ મદદ કરવા જણાવતા પો.અધિ.સુચના અને માર્ગદર્શનથી તેઓને ફોન થી સપર્ક કરતા તેઓ ભાવનગર ખાતે હોસ્પીટલ લાઇઝ હોય જેથી ફોન થી ખબર અંતર પુછેલ અને શિહોર પો.સ્ટે. ના હેઙ.કોન્સ. બી.એમ.ગોહીલને તાત્કાલીક ભાવનગર હોસ્પીટલે મોકલેલ અને ઘનશ્યામભાઇ ભીખાભાઇ ત્રિવેદીનાઓની હોસ્પીટલ ખાતે જઇ મુલાકાત લીધેલ અને ડોક્ટર સાથે વાત કરી સીનીયર સીટીઝનની મદદ કરી અને ફ્રુટ અર્પણ કરેલ આ રીતે શિહોર પોલીસ સીનીયર સીટીઝન ની મદદ કરેલ છે.

Previous articleપાળીયાદ વિસામણબાપુની જગ્યા ખાતે પૂ.લક્ષ્મણબાપુના નૂતન મંદીરનું ખાતમુર્હત કરાયુ
Next articleબિહારમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂરઃ ૧૧ જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ