શહેરના સુભાષનગરમાં આવેલ જગનનાથજી મંદિર ખાતે કળશ અને નિલ ચક્ર ની પૂજા વિધિ કરવામાં આવી હતી આ પૂજન વિધિ બાદ કળશ અને નિલ ચક્ર ભગવાનના રથ ઉપર લગાવવામાં આવ્યું હતું,આગામી અષાઢી બીજના દિવસે નિકળનારી ભગવાન જગણનાથજીની રથયાત્રાને લઈ ભાવનગરમા રથયાત્રા સમિતી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવા આવી છે. આમ તો કોરોનાને લઇ ને હજુ સરકારે ગુજરાતમાં રથયાત્રા માટે મંજુરી આપી નથી આમ તો કોરોનાની ગતિ ધીમી પડી હોય સરકાર મંજુરી આપશે તેવી આશા છે, એ રથયાત્રા પૂર્વેની તમામ વિધિઓ શરૂ કરી દેવામાં આવી છે ભાવનગરમા ગુજરાતની બીજા નંબરની ભગવાન જગન્નાસ્થજીની રથયાત્રા નીકળે છે.આગામી ૧૨મી જુલાઈ ને રોજ નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે ૩૬ મી રથયાત્રા ને લઈ ને રથયાત્રા સમિતિ એ તૈયારીઓ શરૂ કરી છે,આ પ્રસંગે રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયા તેમજ સમિતિ ના સભ્યો અને આમંત્રિત મહેમાનો હાજર રહયા હતા, ભાવનગરમા આમ તો ગત વર્ષે પણ ભગવાન જગણનાથજીની રથયાત્રા નીકળીના હતી પરંતુ આ વર્ષે આયોજકો ને આશા છે કે સરકાર રથયાત્રા માટે મંજુરી આપશે જેને લઈ ને ધાર્મિક વિધિઓ ધીમે ધીમે શરૂ કરી દેવામાં આવી છે.રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયાએ જણાવ્યું હતું કે રથયાત્રા પહેલા દર વર્ષે અનેક પ્રકારની વિધિઓ કરવામાં આવે છે જેને લઈ આજે કળશ અને નિલ ચક્રની વિધિ કરવામાં આવી હતી. ભગવાનના શિખર પર ઉપર નિલ ચક્ર લગાવવામાં આવે છે, નિલ ચક્ર એટલા માટે કહેવામાં આવે છે કે શામ વર્ણ હતા, નિલ વર્ણ હતા, એ ભગવાનના શિખર પર લગાવવામાં આવે છે, શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા વિધિ કરવામાં આવી હતી.