ભાવનગર શહેર વિઠ્ઠલવાડી વિસ્તારમાં ૯ વર્ષ પૂર્વે છ ઈસમો સહિત એક બાળ આરોપીએ જુની અદાવત રાખી ઝઘડો નું કાવતરું રચી તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી, ધાક ધમકી આપી મારમાર્યો હતો, જેનો કેસ આજરોજ ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ચાર મુખ્ય આરોપીઓને ૧૦ વર્ષની સજા ફટકારી હતી,આ બનાવ ને લઈ ફરીયાદી ભાવિનભાઈ ઉર્ફે જુલી હર્ષદભાઈ ડાભી ઉ.વ.૨૫ નાએ-એ ડિવીઝન (નિલમબાગ) પોલીસ સ્ટેશનમાં તા.૧૯/૬/૧૨ના રોજ ફરીયાદમાં જણાવેલ કે આરોપી નં.(૧) રાજેશભાઈ ઉર્ફે રાજુ બાલાભાઈ સોલંકી ઉ.વ.૨૮ રહે હાલ ક.પરા, ટેકરી ચોક, મફતનગર, ભાવનગર તથા નં.(૨) હરેન્દ્રસિંહ ઉર્ફે શ્યામ વિક્રમસિંહ ગોહિલ ઉ.વ.૨૬ મિલેટ્રી સોસા, સ્વામિ.ગુરુકુળ સામે પ્લોટ નં.૨૭૫, ભાવનગર વાળા સાથે અગાઉ નિરજસિંહ ભવાનસિંહ ઝાલાની તથા હરેશ ઉર્ફે હરૂભાઈ ભગવાનભાઈ પંડયા સાથે ઝગડો થયેલ જેનું મન દુઃખ થતા જુની અદાવત રાખી તા.૧૯/૬/૧૨ ના રોજ આશરે સાંજના છ એક વાગ્યાના સમયે આરોપીઓ નં.(૧) રાજેશભાઈ ઉર્ફે રાજુ બાલાભાઈ સોલંકી ઉ.વ.૨૮ રહે હાલ ક.પરા, ટેકરી ચોક, મફતનગર, ભાવનગર તથા નં.(૨) હરેન્દ્રસિંહ ઉર્ફે શ્યામ વિક્રમસિંહ ગોહિલ ઉ.વ.૨૬ મિલ્થ સોસા, સ્વામિ.ગુરુકુળ સામે પ્લોટ નં.૨૭૫, ભાવનગર નં.(૩) નિરવ ઉર્ફે બાવકો રાજુભાઈ વેગડ ઉ.વ.૨૩ નવી વિઠઠલવાડી, ૨ માળીયા, રૂમ નં.૬૨ નં.(૪) સમીર વલ્લભભાઈ રાઠોડ ઉ.વ.૨૩ રહે. દેસાઈનગર, ઝવેરભાઈની વાડી, શેરી નં.૩, નં.(૫) રાજુ બાબુભાઈ વેગડ ઉ.વ.૫૨ નં.(૬) વિમલ ઉર્ફે લાલો રાજુભાઈ વેગડ ઉ.વ.૨૮ રહે.બંને વિઠઠલવાડી, ૨ માળીયા, રૂમ નં.૬૨ તથા એક બાળ આરોપી નાઓએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી પોતાનો ઈરાદો પાર પાડવા તીક્ષ્ણ હથીયાર છરાઓ ધારણ કરી ફરીયાદ તથા સાહેદોને જુદી જુદી જગ્યાએ શરીર પર ઈજાઓ પહોચાડી જીવલેણ હુમલો કરી , ગાળો આપી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ હોય જે અંગેની ફરીયાદ ફરીયાદીએ એ (નિલમબાગ) ડિવીઝન પો.સ્ટે. આઈ.પી.સી. કલમ -૩૦૭, ૩૨૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૫૦૬(૨) અને જી.પી.એકટની કલમ -૧૩૫ મુજબનો ગુનો નોંધાવેલ,આ અંગેનો કેસ ભાવનગર ના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતાં અદાલતે મુખ્ય જીલ્લા સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની અસરકારક દલીલો તથા આધાર પુરાવા અને સાક્ષીઓ ને ધ્યાને લઈ આરોપીઓ રાજેશભાઈ ઉર્ફે રાજુ બાલાભાઈ સોલંકી, હરેન્દ્રસિંહ ઉર્ફે શ્યામ વિક્રમસિંહ ગોહિલ, રાજુ બાબુભાઈ વેગડ, વિમલ ઉર્ફે લાલો રાજુભાઈ વેગડ ચારેય આરોપીઓની સામે આઈપીસી કલમ ૩૦૭ તેમજ ૩૨૪ મુજબનો ગુનો સાબીત માની ચારેય આરોપીઓને આઈ.પી.સી. કલમ ૩૦૭ મુજબના ગુનામાં ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને દરેક આરોપીને રૂા.૭ હજાર દંડનો હુકમ કરેલ છે.