કારડીયા રાજપૂત યુવા સંઘ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

910

આજરોજ વર્ષો ની પરંપરા મુજબ જુલાઈ માસ ના પ્રથમ રવિવારે છેલ્લા ૨૫ વર્ષ થી નિયમિત રીતે યોજાતો રક્તદાન કેમ્પ કારડીયા રાજપુત યુવા સંઘ દ્વારા યોજાયો હતો, અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિર ના કોઠારી યોગવિજય સ્વામી તેમજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ મહિપતસિંહ ચાવડા એ દીપ પ્રાગટ્ય કરી રકતદાન શિબિર નો શુભારંભ કરાવ્યો હતો.કોરોના મહામારી બાદ લોહી ની ખૂબ જ અછત હાલ બધી જ બ્લડ બેન્કો માં ચાલી રહી છે. તેવા સમયે સંપૂર્ણ કાળજી રાખી ને આયોજન કરવામાં આવ્યું હતું.
સમાજ ના મહિલાઓ, યુવાનો ને હાકલ કરી ને વધુ માં વધુ સંખ્યા માં રક્તદાન કરવા આહવાન કરવામાં આવ્યું હતું. કોરોના બાદ ની કેટલીક રસીકરણ ને લગતી મર્યાદા ઓ છતાં પણમહિલા રક્તદાતા ઓ, દંપતી રક્તદાતાઓ તેમજ ૧૧ યુવાનો એ ગ્રુપ માં કુલ ૧૮૮ બોટલ રક્તદાન એકત્ર થયું હતું,ભાવનગર સર ટી હોસ્પિટલ ના બ્લડ બેંક માં આ રક્તદાન જમાં કરવામાં આવ્યું હતું. કારડીયા રાજપૂત યુવા સંઘ દ્વારા વર્ષો થી યોજાતા આ સમાજોપયોગી કાર્ય માં વર્ષોથી નિયમિત રક્તદાન કરતા, ચાલુ વર્ષ થી જ ઉત્સાહ પૂર્વક જોડાયેલા નવા રક્તદાતાઓ તેમજ મહિલા રક્તદાતાઓ નો સવિશેષ આભાર વ્યક્ત કરે છે, રક્તદાન થકી જીવનદાન.. અને કોઈ ના જીવનદાન માં આપણે સૌ નિમિત્ત બનીએ અને આ પ્રવૃત્તિ માટે વધુ ને વધુ જાગૃતિ સમાજ માં ફેલાય એ માટે યુવા સંઘ કટિબદ્ધ છે.આજનો આ કાર્યક્રમ ભાવનગર શહેર માં સમાજ માટે વિવિધ પ્રવૃત્તિ કરતા સંગઠનો , સમાજ ના આગેવાનો, સમાજ ના ડોકટરો, સમાજ ના સરકારી કર્મચારી મિત્રો, બોર્ડિંગ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના સહયોગ થી ખુબ જ સફળ રહ્યો હતો, શહેર ઉપરાંત જિલ્લાના પણ આગેવાનો, રાજકીય આગેવાનો, પત્રકારો તેમજ સમાજ ની તમામ છાત્રાલય ના વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ એ આ રક્તદાન કેમ્પ માં ભાગ લીધો હતો.

Previous articleજન્મદિવસની ઉજવણી વૃક્ષારોપણથી કરી
Next articleકોવિડ-૧૯ની સામેના સંઘર્ષમાં તકનીકની મહત્વપૂર્ણ ભૂમિકાઃમોદી