ગારિયાધાર મેમણ જમાત દ્વારા ૧૧ એપ્રિલના મેમણ ડે નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેમણ સમાજના પ્રમુખ, ઝોનલ સેક્રેટરી, યુથ વિંગના અજીમ કાસમાણી તેમજ આગેવાનોએ જહેમત ઉઠાવેલ અને ગારિયાધારના તમામ સમાજના રક્તદાતાઓ દ્વારા ૪૭ બોટલ લોહી જમા કરાવવામાં આવ્યું હતું અને કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.