સાવરકુંડલાના ગળીયારા મુસ્લિમ સમાજના લોકો નોરતામાં ઈકો ફ્રેન્ડલી કાગળનો પર્યાવરણને નુકશાન ન થાય તેવો માતાજીનો શણગાર બનાવી સૌરાષ્ટ્રભરની બજારમાં મોકલી રહ્યાં છે. નોરતાની શરૂઆતે જ અહીં ત્રણ-ચાર પેઢીઓથી મુસ્લિમ ગળીયારા સમાજ લોકો હિન્દુ પરંપરાનો મહત્વનો તહેવાર નોરતામાં માતાના સજાવટનો ઈકો ફ્રેન્ડલી કાગળનો પર્યાવરણને નુકશાન ન થાય તેવો શણગાર હાલ આ યુવાનો પેઢી દર પેઢી બનાવી સૌરાષ્ટ્રભરની બજારમાં મોકલી રહ્યાં છે ત્યારે આ ગળીયારા મુસ્લિમ સમાજના મુહમદ હનીફભાઈ આ કાર્ય ત્રણ પેઢીઓ કરી રહ્યાં છે. અહીં નોરતાની શરૂઆતે આ કુટુંબના લોકો કાગળ સહિતની સામગ્રી લાવી હાથ બનાવટથી જ માતાજીના શણગારના ગજરા હાર સહિતની સીરીઝો અગાઉથી બનાવી સૌરાષ્ટ્રભરની બજારોમાં પહોંચાડી રહ્યાં છે ત્યારે હાથ બનાવટની અને પ્રદુષણમુક્ત પ્લાસ્ટીકના ઉપયોગ વિના જ આ શણગાર માતાજીનો બનાવી કોમી એક્તાનું મજબુત ઉદાહરણ પુરૂ પાડી રહ્યાં છે.