તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે, ફોટોમાં ગૌહર ઝૈદના સંપૂર્ણ પ્રેમમાં ડુબેલી નજર આવે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૫
એક્ટ્રેસ ગૌહર ખાનએ ગત વર્ષે ૨૫ ડિસેમ્બરનાં કોરિયોગ્રાફર ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા હતાં. કોરોના મહામારી કામ અને પિતાનાં નિધનને કારણે ગૌહર તેમનાં હનીમૂન ટ્રિપ પર ન જઇ શકી. હવે જ્યારે આ કપલને તક મળી છે તો, તે હનીમૂન મનાવવાં મોસ્કો જઇ પહોંચી છે. જ્યાંથી તેણે સુંદર તસવીરો શેર કરી છે. કપલે તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર હનીમૂન ટ્રિપની તસવીરો પોસ્ટ કરી છે જેમાં ગૌહર પીળા રંગનાં ટોપ અને જીન્સમાં નજર આવે છે. તો ઝૈદ ભૂરા રંગનાં ડ્રેસમાં ડિસન્ટ લાગે છે. ફોટોઝમાં ગૌહર સંપૂર્ણ ઝૈદનાં પ્રેમમાં ડૂબેલી નજર આવે છે. એક તસવીરમાં ગૌહર અને ઝૈદ જાહેરમાં કિસ કરતાં નજર આવે છે. આ ફોટો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. કપલનાં ફેન્સને તેમનો આ રોમેન્ટિક અંદાજ ઘણો જ પસંદ આવી ગયો છે. ગૌહરે આશરે પાંચ ક્લાક પહેલાં તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર આ ફોટોઝ શેર કરી છે જેને અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લાઇક્સ મળી ગઇ છે. ફોટો શેર કરતાં ગોહરે કેપ્શનમાં લખ્યું છે કે, ’મોસ્કોમાં પ્રેમ’. આ તસવીરો પર ફેન્સ અને સેલિબ્રિટીઝ કમેન્ટ્સ કરી રહ્યાં છે. અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ફોટોમાં બંનેની કેમેસ્ટ્રી જોવા જેવી છે. કપલ્સનાં ફેન્સ તેમને ગાઝા હેઝટેગ આપીને બોલાવે છે. આ કપલ સોશિયલ મીડિયા પર ઘણું જ એક્ટિવ રહે છે અને તેમનાં ડાન્સ વીડિયો શેર કરતું રહે છે. ગૌહરે અંતિમ વખત વેબ સીરીઝ ’તાંડવ’માં નજર આવી હતી જે ૧૫ જાન્યુઆરીએ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થઇ હતી.