ભાલ પંથકમાં પાઈપલાઈનના ગોકળગતિએ ચાલતા કામના કારણે અનેક ગામ ચોમાસામાં પણ પીવાના પાણીથી વંચિત

600

૫૦૦૦થી વધુ લોકો કરી રહ્યા છે પાણી સમસ્યાનો સામનો
ભાલ પંથકમાં ભર ચોમાસે પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે.આજુબાજુના પાંચ ગામોમાં અનિયમિત પાણીનું વિતરણ થતું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહયો છે. વલ્લભીપુર પાણી પુરવઠા દ્વારા દેવળિયા સંપમાંથી ભાલ પંથકના ગામોમાં પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે પરંતુ નિયમિત પાણી મળતું ન હોવાથી પાંચ હજારથી વધુ લોકોને તકલીફ પડી રહી છે.ભાવનગરના ભાલ પંથકમાં ભર ચોમાસામાં પાણીની તંગી પડી રહી છે, લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, નિયમિત પીવાનું પાણી મળતું ન હોવાથી ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે પરંતુ પાણી પુરવઠા વિભાગની આંખ ઉઘડતી નથી.વલભીપુર પાણી પુરવઠા દ્વારા દેવળીયા સંપ માંથી નિયમિત પણે ભાલ પંથકના કાળા તળાવ, નર્મદ, સનેસ, ખેતાખાટલી, માઢીયા જેવા ગામોને પાણીનું વિતરણ કરવાનું હોય છે પરંતુ ઘણા લાંબા સમયથી ગ્રામજનોને પાણી અનિયમીત મળતું હોવાની વ્યાપક પણે ફરિયાદ ઉઠી રહી છે અને એક વાર તો પાણી જ આવતું નથી, આ બાબતે ગ્રામજનોને અવાર-નવાર ભાવનગરના ઉચ્ચ અધિકારી તેમજ વલ્લભીપુર પાણી પુરવઠાના અધિકારીને રજૂઆત કરી છે પરંતુ પરિસ્થિતિ એની એ જ છે.ભાલ પંથકમાં કરોડો રૂપિયાના ખર્ચે પીવાના પાણીની લાઇન નાખવામાં આવી રહી છે તેનું કામ પણ ગોકળગતિએ ચાલી રહ્યું છે, ત્યારે ગ્રામજનોએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં નિયમિત પણે પીવાનું પાણી વિતરણ નહીં થાય તો નાછુટકે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતારવાની ફરજ પડશે તેવી ચીમકી આપી હતી.મેહુલભાઈ મેરે જણાવ્યું હતું કે, કાળાતળાવનો વતની છું ભાવનગર જિલ્લાના કાળાતળાવ, માઢીયા અને ખેતાખાટલી જે આ ભાલ વિસ્તારમાંના ગામડાઓ કહેવાય છે, છેલ્લા ૧૦ દિવસથી આ ગામોમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી, અમારા ગામના બહેનોને દોઢ કિલોમીટર પાણી માટે ચાલી ને આવવું પડે છે, ૧૨ કિલોમીટર પાણીની લાઈન નું કામતો પતિ ગયું છે ને માત્ર ૫૦૦ મીટર ની લાઈન જોડવા આ એક મહિનો થવા આવ્યો છતાં આજ દિન સુધી કામ પૂરું થયું નથી, ભર્યા ચોમાસા જેવી સ્થિતિમાં પણ અમારે પાણી માટે વલખાં મારવા પડે છે.

Previous articleતારખ મહેતા કા ઉલ્ટ ચશ્માનો ગોલી છોકરીની શોધમાં!
Next articleહથિયારો સાથે ૩ રીઢા ગુનેગારો ઝબ્બે