તળાજા મત વિસ્તારના ધારાસભ્ય કનુભાઇ બારૈયા દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જ્યારે આજે તેમનો જન્મદિવસ હોય સોશિયલ મીડિયામાં અભિનંદનની વર્ષા થઈ રહી છે અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે આજે ધારાસભ્ય કનુભાઇ દ્વારા તળાજા તાલુકાના વેળાવદર ગામે આવેલ. મોક્ષ ધામ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ વેળાવદર ગામ ની પ્રાથમિક શાળામાં પણ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વેળાવદર ગ્રામ પંચાયતના સરપંચ જગદીશભાઈ સહિતના ગામલોકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તળાજા શહેરમાં આવેલ રોયલ ચોકડી પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ધારાસભ્ય કનુભાઇ બારૈયા એ પોતાના જન્મદિવસને લઈને બાળકોને સૂકા નાસ્તા નું વિતરણ કર્યું હતું ધારાસભ્ય કનુભાઇ બારૈયા જણાવ્યું હતું કે વાવાઝોડા દરમિયાન મોટા પાયે વૃક્ષો નાશ પામ્યા છે ત્યારે ફરીવાર તાલુકા ને હરિયાળું બનાવવા માટે સતત વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.