દેશમાં ૧૧૧ દિવસ બાદ કોરોનાના કેસ સૌથી ઓછા, ૩૪,૭૦૩ લોકો સંક્રમિત

711

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૬
ગઈકાલે જાહેર કરવામાં આવેલા કોરોનાના આંકડામાં નવા કેસ ૪૦ હજારની નીચે પહોંચ્યા હતા, આમ થતા નવા કેસમાં ઘટાડો નોંધાતા રાહત અનુભવાઈ હતી. ત્યારે આજે નવા કેસનો આંકડો ૩૫ હજારની અંદર પહોંચ્યો છે. જ્યારે કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા ઘટીને ૫૫૦ની નજીક પહોંચી ગઈ છે. આ સાથે દેશમાં ૧૧૧ દિવસ પહેલા નોંધાયેલા કેસનો રેકોર્ડ આજે તૂટ્યો છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડા પ્રમાણે દેશમાં સોમવારે કોરોનાના નવા ૩૪,૭૦૩ નવા સંક્રમણ અને ૫૫૩ દર્દીઓના મોત નોંધાયા છે. રવિવારે નવા કેસનો આંકડો ૩૯,૭૯૬ પર પહોંચ્યો હતો અને ૭૨૩ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.૨૪ કલાકમાં કોરોનાના વધુ ૫૧,૮૬૪ દર્દીઓ સાજા થયા છે, જેની સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૨,૯૭,૫૨,૨૯૪ થઈ ગઈ છે. જ્યારે કુલ સંક્રમણનો આંકડો વધીને ૩,૦૬,૧૯,૯૩૨ થઈ ગયો છે. વધુ ૫૫૩ દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક ૪,૦૩,૨૮૧ થઈ ગયો છે.ભારતમાં ૧૧૧ દિવસ પહેલા આટલા ઓછા કેસ નોંધાયા હતા, એટલે કે બીજી લહેરની શરુઆત થઈ ત્યારનો સમય. સજા થતા દર્દીઓની સંખ્યા વધવાની સાથે રિકવરી રેટ ઊંચો જઈને ૯૭.૧૭% પર પહોંચ્યો છે.ભારતમાં સતત કોરોનાના નવા કેસની સામે સાજા થતા દર્દીઓની સંખ્યા વધુ નોંધાવાથી એક્ટિવ કેસમાં સતત મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. ભારતમાં જે એક્ટિવ કેસનો આંકડો ૪૦ લાખ પર પહોંચ્યો હતો તે ઘટીને ૪,૬૪,૩૫૭ થઈ ગયો છે.૧૬ જાન્યુઆરીએ દેશમાં કોરોનાની રસીના અભિયાનનો દેશમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ગઈકાલ સુધીમાં દેશમાં કુલ રસીના ૩૫,૭૫,૫૩,૬૧૨ ડોઝ આપવામાં આવ્યા છે.આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ૫ જુલાઈ સુધીમાં કુલ ૪૨,૧૪,૨૪,૭૭,૮૮૧ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ૨૪ કલાકમાં વધુ ૧૬,૪૭,૪૨૪ સેમ્પલ લેવામાં આવ્યા છે.

Previous articleમોદી મંત્રીમંડળના વિસ્તરણ પૂર્વે આઠ રાજ્યોના ગવર્નરોની બદલી
Next articleસરકાર ટિ્‌વટરની સામે કોઇપણ એક્શન લેવા સ્વતંત્ર છેઃ દિલ્હી હાઇકોર્ટ