ભાવનગર શહેર નજીક બુધેલ ચોકડી પાસે આવેલ ટોપ થ્રી લોડર્સ રીસોર્ટના મસાજ પાર્લરનાં કર્મચારીને ભરતનગરમાં રહેતા શખ્સે (બોગસ પત્રકારે)અવાર નવાર ફોન કરી નેશનલ ચેનલના પત્રકારની ઓળખ આપી પોતે સ્ટીંગ ઓપરેશન કર્યુ છે તેવી ધમકી આપી કર્મચારી પાસેથી રૂા.પાંચ લાખનો તોડ કર્યાની પોલીસમાં ફરિયાદ આપતા ભરતનગર પોલીસે બોગસ પત્રકારની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી કરી છે. અને આગળની તપાસ એલ.સી.બી. ચલાવી રહી છે.
બનાવની મળતી વિગત મુજબ ભરતનગર નજીકના બુધેલ ચોકડી પાસે આવેલ ટોપ થ્રી ગોપાલન શંકરન ઉ.૩૭ને ગત તા.૧૮-૮-૧૭થી ભરતનગરમાં મધુવન ટેનામેન્ટમાં રહેતા હિરેન રાજેન્દ્રભાઈ સાગઠીયા ઉ.૨૯એ મોબાીલ ફોન પર ફોન કરી પોતાની ઓળખ નેશનલ ચેનલના પત્રકારની આપી પોતાની પાસે તેનું સ્ટીંગ ઓપરેશન કરેલી સીડી છે તેમ જણાવી અવાર નવાર ફોન કરી સીડી પ્રસારીત કરવા ધમકી આપી તા.૧૮-૮-૧૭થી ગત ૧૫-૩-૧૮ દરમિયાન બે તબક્કે રૂા.પાંચ લાખ પડાવી લીધા હતા બનાવ અગે સુજીષ ગોપાલને ભરતનગર પોલીસ મથકમાં હિરેન સાગઠીયા (બોગસ પત્રકાર)વિરૂદ્ધ ફરીયાદ આપતાં પોલીસે આઈ.પી.સી. કલમ ૩૮૪, ૩૮૬, ૩૮૭ મુજબ ગુનો નોંધી હિરેન સાગઠીયાની ધરપકડ કરી છે. ગુનાની વધુ તપાસ એલ.સી.બી.ચલાવી રહી છે.