તળાજા તાલુકાના ધારડી ગામે રહેતા એક ખેતશ્રમીકના ર માસના માસુમ પુત્રનું રસીકરણ બાદ તબીયત લથડતા સારવાર દરમ્યાન મોત નિપજતા માસુમના પરિવારે હેલ્થવર્કર કર્મી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સમગ્ર બનાવ અંગે સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના ધારડી ગામે રહેતા એક ખેડુતની વાડીમાં ભાગવી ખેતી કરતા દેવીપુજક મગન વાઘેલાના બે માસના પુત્ર યુવરાજને બે દિવસ પુર્વે ત્રાપજ ખાતે આવેલ પી.એચ.સી. સેન્ટરમાં સેવારત ફિમેલ હેલ્થ વર્કરે પોલીયોના ટીપા પિવડાવ્યા હતાં. ત્યાર બાદ માસુમ બાળકને તાવ આવતા પુનઃ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જયા મુળ સારવારના બદલે પેન્ટીવેલન વન તથા એફએસપીવી-૧ નામની વેકસીન આપતા હાલત કથળી હતી અને ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં લાવતા તબીબે બાળકને તપાસી મૃત જાહેર કરેલ જે અંગે બાળકના વાલીએ હેલ્થ કર્મીઓ વિરૂધ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. અને પોલીસ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.