જાણીતી એક્ટ્રેસ શગુફ્તા અલી આર્થિક તંગીમાં

188

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૬
પુર્નઃવિવાહ, એક વીર કી અરદાસ…વીરા, સસુરાલ સિમર કા, સાથ નિભાના સાથિયા તેમજ મધુબાલા જેવી ઢગલો સીરિયલ અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ શગુફ્તા બાલી જીવનના કપરા સમયમાં છે. એક્ટ્રેસ કે જેણે ઈન્ડસ્ટ્રીમાં ૩૬ વર્ષ પસાર કર્યા છે તે હેલ્થ ઈશ્યૂના કારણે આર્થિક સંકડામણમાં છે. શગુફ્તા અલીની તબિયત સારી ન હોવાથી અને તેની પાસે કામ ન હોવાની ચર્ચા ઈન્ડસ્ટ્રીમાં થઈ રહી છે.એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલ સ્પોટબોય સાથે વાતચીત કરતાં શગુફ્તા અલીએ જણાવ્યું હતું કે, હું છેલ્લા ૨૦ વર્ષથી બીમાર છું પરંતુ તે સમયે હું યુવાન હતી અને બધું સંભાળી શકતી હતી. ઈન્ડસ્ટ્રીના અમુક લોકો સિવાય કોઈને પણ હું આ તબક્કામાંથી પસાર થઈ રહી હતી તેના વિશે જાણ નહોતી. મને બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું હતું અને તે ત્રીજા સ્ટેજમાં હતું. તે લમ્પને કાઢવા માટે મારે મોટી સર્જરીમાંથી પસાર થવું પડ્યું હતું. મેં કિમોથેરાપી કરાવી હતી, જે દર વખતે નવા જન્મ જેવી હતી પરંતુ હું મારા કામ તેમજ જવાબદારી પ્રત્યે સમર્પિત હતી. સારી સર્જરીના ૧૭મા દિવસે મારા શોના શૂટિંગ માટે મેં દુબઈ ટ્રાવેલિંગ કર્યું હતું’.શૂટિંગ દરમિયાન મને ઘણા અકસ્માત નડ્યા હતા. મારા પગમાં ઈજા પહોંચી હતી. એકવાર જ્યારે હું મારા પિતાને મળવા જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. મારા હાડકાના બે ભાગ થઈ ગયા હતા અને મારા હાથમાં સ્ટીલનો સળીયો બેસાડવો પડ્યો હતો. હજી પણ તે મારા હાથમાં છે. પરંતુ આ બધી બાબતોએ મને કામ કરતાં રોકી નહીં. હું કામ કરતી રહી અને પોઝિટિવ એટિટ્યૂડ સાથે જીવન જીવતી રહી. પરંતુ છેલ્લા ચાર વર્ષથી, જીવન મારા પ્રત્યે ઘાતકી થઈ ગયું છે. છ વર્ષ પહેલા મને ડાયાબિટિસ થઈ અને ત્યારથી સ્વાસ્થ્યને લગતી ઘણી તકલીફ થઈ રહી છે. કારણ કે, મેં મારા જીવનમાં વહેલી ઉંમરે તેવી બાબતો જોઈ છે, જે લોકો સામાન્ય રીતે ૬૫ની ઉંમર બાદ જોતા હોય છે. ડાયાબિટિસે મારા પગ પર ખરાબ અસર કરી હતી. મને ભયંકર દુખાવો થતો હતો. તણાવના કારણે મારું બીપી હાઈ થઈ ગયું હતું. જેના કારણે મારી આંખ પર અસર થઈ હતી. અને આ બધા માટે મારે સારવાર કરાવી પડી હતી. શગુફ્તાએ કહ્યું મને આર્થિક મદદની જરૂર છે અને કામની પણ. હું આશા રાખું છું કે, લોકો મારી સ્થિતિને સમજે અને મને સપોર્ટ કરે.

Previous articleબાહુબલીનો અવાજ આપી છવાઇ ગયો શરદ કેલકર
Next articleમા બનતા પહેલા બીજીવાર લગ્ન કરશે રુબિના દિલૈક