નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ચાલતા ડિપ્લોમા ઈન ફેશન ડિઝાઈનીંગ દ્વારા આજે યશવંતરાય નાટયગૃહ ખાતે ધ ગ્લેમ વર્લ્ડ શિર્ષક હેઠળ દ્વિતિય ફેશન-શો યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ ડ્રેસ ડિઝાઈન સાથે મોડેલો દ્વારા રેમ્પ વોક કરાયું હતું. વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરાયેલ ૯ જેટલી અલગ-અલગ થીમો પર તૈયાર કરાયેલા ડ્રેસ ડિઝાઈનો સાથે ૯૦ જેટલી મોડેલોએ રેમ્પ વોક કર્યુ હતું. આ ફેશન શો નિહાળવા કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપરાંત વાલીઓ, આમંત્રિતો વિગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. બેસ્ટ ડિઝાઈનર અને બેસ્ટ મોડેલને એવોર્ડ પણ આપવામાં આવેલ.