શોર્ટ સ્કર્ટ પહેરવા બદલ મીરા રાજપૂત ટ્રોલ થઈ

336

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૭
મીર રાજપૂત ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર સ્ટાર વાઈફમાંથી એક છે. મિશા અને ઝૈન નામના બે બાળકોની માતા તેવી મીરા રાજપૂત પોતાની ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરતી રહે છે. શાહિદ કપૂરની પત્ની મીરા હાલમાં જ મુંબઈમાં શૂટ પતાવ્યા બાદ ફોટોગ્રાફર્સના કેમેરામાં કેદ થઈ હતી. તેણે બ્રાઉન ટોપ અને મીની સ્કર્ટ પહેર્યું હતું.આ દરમિયાન ફોટોગ્રાફર્સે મીરા મેમ…મીરા મેમ… કહીને તેને ઉભા રહીને પોઝ આપવાની વિનંતી કરી હતી. જો કે, તેણે પોઝ આપ્યો નહોતો અને કારમાં બેસીને જતી રહી હતી. મીરા રાજપૂતનું આ પ્રકારનું વર્તન અને કપડાં લોકોને પસંદ આવ્યા હોય તેમ લાગતું નથી અને તેના માટે ખરાબ વેણ કહી રહ્યા છે.બોલિવુડ સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઈનસ્ટાગ્રામ પર મીરા રાજપૂતનો વીડિયો શેર કર્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું છે દીકરીનું સ્કર્ટ પહેરીને આવી છે કે શું?. એક યૂઝરે મજાક કરતાં લખ્યું છે કોઈ બાળકને તો કોઈ ભાઈ-બહેનને બોલિવુડમાં લાવી રહ્યું છે. તો કોઈ વળી પત્નીને એક્ટિંગમાં લાવી રહ્યું છે. શું તેને નેપોઝિટમ કહેવાય?. એક યૂઝરે તેના શૂટિંગ સામે સવાલ કર્યો છે અને કહ્યું છે તે એક્ટ્રેસ ક્યારે બની? પહેલા તો એ કહેતી હતી કે તે બાળકોના કારણે કામ કરવા નથી માગતી. અન્ય યૂઝરે લખ્યું છે શાહિદ કપૂરની પત્ની સિવાય તેની અન્ય ઉપલબ્ધિ પણ શું છે. એક યૂઝરે તો વળૂ કરીનાના વખાણ કર્યા છે અને લખ્યું છે કેઝ્‌યૂઅલ ઓકેશન પર સ્કર્ટ કોણ પહેરે. તારા કરતાં તો કરીના કપૂરની ફેશન સેન્સ સારી છે. મીરા રાજપૂતે એક દિવસ પહેલા શૂટિંગ દરમિયાનનો મ્‌જી બૂમરેંગ વીડિયો શેર કર્યો હતો. જેમાં તે પિંક ટોપ અને ડેનિમમાં જોવા મળી હતી.

Previous articleભાવનગરના વાવડી ગામના ખેડૂતે 4 વીઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને વાર્ષિક 3.50 લાખની આવક ઊભી કરી
Next article૧૪ વર્ષે પણ સ્નેહલ ડાભીને વેલકમની ફી નથી મળી