OTT પર આવશે અજયની ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા

289

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૭
કોરોના મહામારીની બીજી લહેર પછી દેશમાં પરિસ્થિતિઓ હળવી બની રહી છે. એવામાં મહામારીથી પ્રભાવિત બોલીવુડ પણ ધીમે-ધીમે પટરી આવવાના પ્રયત્ન કરી રહ્યું છે. બોલીવુડમાં હવે ફિલ્મોનું શૂટિંગ શરુ કરવામાં આવી રહ્યા છે, તો નવી ફિલ્મો પણ રિલીઝ કરવામાં આવી રહી છે. હાલમાં લોકપ્રિય અભિનેતા અજય દેવગણની આવનારી ફિલ્મ ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાની રિલીઝ ડેટ પણ સામે આવી છે.દિગ્ગજ અભિનેતા અજય દેવગણે જાતે જ સોશિયલ મીડિયા દ્વારા તેમની ફિલ્મ ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ની રિલીઝ ડેટ વિશે માહિતી આપી છે. આ ફિલ્મ ૧૩ ઓગસ્ટેર્ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. અજય દેવગણે તેના ટ્‌વીટર હેન્ડલ પર ફિલ્મનું પોસ્ટર શેર કરતાં લખ્યું હતું કે ૧૯૭૧, અત્યાર સુધીની સૌથી મોટી લડાઇ.
૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર બનેલી આ ફિલ્મ ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં અજય દેવગણ સ્ક્વાડ્રન લીડર વિજય કાર્ણિકનું કિરદાર નિભાવી રહ્યા છે. જેમણે ભુજમાં એરબેજ તૈયાર કર્યો હતો. ફિલ્મમાં સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, શરદ કેલકર અને નોરા ફતેહી જેવા કલાકારો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. નોંધનીય છે કે, અભિષેક દૂધિયા એ ડાયરેક્શન આપેલી આ ફિલ્મ સ્વતંત્રતા દિવસ, ૧૫મી ઓગસ્ટ ૨૦૨૦ના રોજ રિલીઝ થવાની હતી. જે પછી સમાચાર આવ્યા હતા કે ફિલ્મ ૧૬ ડિસેમ્બર ૨૦૨૦એ રિલીઝ થશે, કારણ કે આ દિવસે ૧૯૭૧માં ભારતે પાકિસ્તાન સામે યુદ્ધમાં જીત મેળવી હતી.

Previous articleસિંગર રાહુલ વૈદ્ય-દિશાના લગ્નની તારીખ થઈ નક્કી
Next articleઅક્ષય કુમારનું ફિલહાલ ૨ સોંગ રીલિઝ થતા થયું હિટ