એક બાજુ સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા દૂધમાં ભેળસેળને લઈ દરોડાઓ પાડવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ સિહોરમાં પણ કેરી અને શેરડીનો રસ વેચતા વેપારીઓ, દુકાનદારો, સ્ટોલવાળા પર તપાસ કરવામાં આવી રહી છે. નગર પાલિકા આરોગ્ય વિભાગ આંનદ રાણા અને ભરત ગઢવી લખમણભાઈ ટીમ દ્વારા સ્વચ્છતા અને ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉનાળામાં શેરડી અને કેરીના રસના વેચાણમાં ભેળસેળ રોકવા તંત્ર સક્રિય બન્યું છે. ગુજરાત સહિત સમગ્ર જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની શરુઆત થઇ ગઇ છે.સુરજદાદા આકાશમાથી જાણે અગનગોળા વરસાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે છેલ્લા બે દિવસથી સુરજદાદા જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારો પર ઉકળી ઉઠ્યા હોય તેમ લાગી રહ્યુ છે. બપોરના સમયમાં માર્ગ પણ સુમસામ ભાસતા જોવા મળે છે.ભીષણ ગરમીની સામે જનતા રક્ષણ મેળવવા માટે ઠંડા પીણાનો આશરો લે છે.જેમા શેરડી રસ,કેરી રસનો સમાવેશ થાય છે ત્યારે તંત્ર દ્વારા પણ લોકોના આરોગ્ય ને લઈ મેદાને પડ્યું છે લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય તે પણ તંત્ર પણ ખાસ નઝર રાખી રહ્યું છે આજે સિહોર નગર પાલિકાના આરોગ્ય વિભાગના આંનદ રાણા, ભરત ગઢવી, લખમણભાઈ સહિત કાફલો મેઈન બજારમાં અચાનક નીકળી પડ્યો હતો આરોગ્ય ને લગતી બાબતમાં ઠેર ઠેર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરીને જરૂરી સૂચના આપીને દંડ પણ ફટકારવામાં આવ્યા હતા જ્યારે બજારોમાં પ્લાસ્ટિક ઝબલા રાખનાર સામે પણ તવાઈ બોલાવી હતી.