(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૭
નાના પડદા પર સૌથી પોપ્યુલર ટીવી શોમાંથી એક તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીઆરપી લિસ્ટમાં હંમેશા ટોપ-૧૦માં રહે છે. શોના દરેક પાત્રો અને કલાકાર હિટ થઈ ચુક્યા છે અને આ ટીવી શો ૩૦૦૦થી વધુ એપિસોડ પૂરા કરવાની સાથે અનેક મામલામાં રેકોર્ડ બનાવી ચુક્યો છે. શો વિશે તમામ તથ્ય એવા છે જે અત્યાર સુધી સામે આવી ચુક્યા છે, પરંતુ ફેન્સના મનમાં શો વિશે વધુ જાણવાની જિજ્ઞાસા હંમેશા બની રહે છે. આજે અમે શો સાથે જોડાયેલા એક ફેક્ટની માહિતી આપીશું, જેની તમને જાણકારી નહીં હોય. શોમાં જેઠાલાલના પિતા ચંપકલાલની ભૂમિકા ભજવનારા અમિત ભટ્ટને તો જાણો છો, પરંતુ શું તમે અસલી ચંપકલાલ વિશે જાણો છો?કનફ્યૂઝ થવાની જરૂર નથી. હકીકતમાં શોના ફેન્સ આ વાત સારી રીતે જાણે છે કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ગુજરાતીના જાણીતા કોલમનિસ્ટ તારક મેહતાની કોલમ દુનિયા ના ઉંધા ચશ્માથી પ્રેરિત છે. આ કોલમમાં તારક મેહતા સામાન્ય વ્યક્તિની દરરોજની જિંદગીને લઈને વ્યંગ લખતા હતા. ઓછા લોકો જાણે છે કે શોમાં દેખાડવામાં આવતું ચંપકલાલનું પાત્ર ચંપકના રિયલ પાત્રથી ખુબ અલગ છે. શોના સ્ક્રીનપ્લેના હિસાબથી ચંપકલાલ એટલે કે જેઠાલાલના પિતા એક ગુસ્સામાં રહેતા પિતા છે, જે વાત-વાત પર તેને સંસ્કારોના પાઠ ભણાવે છે, જ્યારે કોલમ વાળા ચંપકલાલ એક ચેઇન સ્મોકર છે, જેમના હાથમાં દરેક સમયે બીડી કે સિગારેટ હોય છે. મહત્વનું છે કે ટીવી શો તારક મેહતામાં ચંપકલાલનું પાત્ર ૪૮ વર્ષીય અમિત ભટ્ટ ભજવે છે.