એકમ માલિકોને કાર્યવાહીની પહેલાં જ ગંધ આવી જતાં એકમો બંધ કરી ફરાર બન્યાં…!
એકમ માલિકોને કાર્યવાહીની પહેલાં જ ગંધ આવી જતાં એકમો બંધ કરી ફરાર બન્યાં…!
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ એરીયામા અમદાવાદ થી પાંચ થી વધુ જીએસટી તથા વેટ વિભાગની ટીમોએ દરોડા પાડ્યાં હતાં પરંતુ એકાદ-બે કર ચોરો સિવાય અન્ય મોટી માછલીઓ ને અગાઉથી જાણ થઈ જતાં પોતાની પેઢીઓને તાળાં મારી રફૂ ચક્કર થઈ જતાં કાર્યવાહી માટે આવેલી ટીમો “હાથ ઘસતી” રહી જવા પામી હતી
.
GST વિભાગ દ્વારા ભાવનગર શહેરમાં જયારે જયારે પણ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે સૌપ્રથમ શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ વીઆઈપી ઈન્ડસ્ટ્રીયલ એરિયા માં જ કામગીરી હાથ ધરવામાં આવે જે અંતર્ગત આજરોજ વહેલી સવારે અમદાવાદ થી GST ની પાંચ થી વધુ ટીમોનો કાફલો વીઆઈપી ઈન્ડસ્ટ્રીયલ એરિયા સ્થિત વિકટરના ડેલા તરીકે ઓળખાતાં વિસ્તારમાં પહોંચી હતી જેમાં માધવ કોપર સહિત ત્રણેક પેઢીઓ ના સંચાલકો મળી આવતાં તેઓ વિરુદ્ધ કામગીરી આરંભી હતી પરંતુ બાકીના આસામીઓ ને જાણે આ કાર્યવાહી ની અગાઉ થી જાણ હોય તેમ પેઢીઓ ખોલી જ ન હતી પરંતુ ઝપટે ચડેલ પેઢી ધારકો ના વ્યવસાયી દસ્તાવેજો તપાસવા સહિતની કામગીરી હાથ ધરતા કરચોરો માં ફફડાટ ફેલાયો હતો.આ અંગે વિશ્ર્વાસનિય સૂત્રોના જણાવ્યા અનુસાર કુલ ટીમો પૈકી ત્રણ ટીમને શહેરના અન્ય વિસ્તારોમાં તથા જિલ્લામાં રવાના કરવામાં આવી હતી.