મેયર, ડે.કમિશ્નરનું મહાપાલિકામાં સરપ્રાઈઝ ચેકિંગ : અનેક લેટલતીફો રંગેહાથ ઝડપાયા

263

લાંબા સમય બાદ એકાએક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવતાં કામચોર કર્મીઓમાં ફફડાટ
ભાવનગર મહાપાલિકા કચેરીમાં મેયર તથા ડેપ્યુટી કમિશ્નર દ્વારા ઉઘડતી કચેરીએ એકાએક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ ને ચોંકાવી દિધા હતાં આ અણધારી વિઝીટ દરમ્યાન અનેક લેટ લતીફો હાથોહાથ આવી જતાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
તાજેતરમાં મેયર કીર્તિબેન દાણીધારીયા ને અરજદારો દ્વારા વ્યાપક ફરિયાદો મળી હતી કે કચેરીનાં રૂટિન સમય પૂર્વે જ અનેક કર્મચારીઓ ઘરે જતાં રહે છે અને કચેરી શરૂ થયે મોડાં આવે છે અને કેટલાક કર્મીઓ હાજરી ની પણ નોંધ કરતાં નથી આથી આજરોજ કચેરી શરૂ થવાનાં સમયે જ મેયર કીર્તિબેન દાણીધારીયા ડેપ્યુટી કમિશ્નર ગોહિલે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં અનેક આળસુ કર્મચારીઓ મોડાં આવ્યાં હતાં તો કેટલાક કર્મચારીઓ એ સમયસર આવ્યાં બાદ પોતાની હાજરી રજીસ્ટર કરાવી ન હતી આથી આવાં કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી જેમાં મોડા આવેલા કર્મીઓની અડધા દિવસની એપ્સન્ટ લખી હતી તથા જેણે હાજરી નોંધાવી ન હતી એ કર્મચારીઓ ની પૂર્ણ એપ્સન્ટ કરી સજા કરી હતી મેયર-ડે.કમિશ્નર દ્વારા એકાએક સરપ્રાઈઝ વિઝીટ હાથ ધરતાં કર્મચારીઓ માં ફફડાટ ફેલાયો હતો તો અધિકારી ગણમા આ મુદ્દો ચર્ચા નો વિષય બન્યો હતો.

Previous articleકુંભારવાડા સ્થિત VIP ડેલામાં GST દરોડા
Next articleનેશીયા ગામેથી ઈગ્લીંશ દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો