દેશના વિર સપુત સરદારસિંહ રાણાની વેબસાઈટ લોન્ચ

662
bvn1242018-8.jpg

દેશ માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર ક્રાંતિવિર સરદારસિંહ રાણાના જીવનપથને ઉજાગર કરતી વેબસાઈટનું સરદારસિંહ રાણા ટ્રસ્ટ દ્વારા અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવી હતી.
સમગ્ર ભારત વર્ષના આદર્શ સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન સાથોસાથ આઝાદીની લડત માટે પાયાના પથ્થર સમી ભૂમિકા અદા કરનારા સરદારસિંહ રાણાના જીવનપથ પરથી આજનો યુવા પ્રેરણા લે અને તેમના કાર્યો અંગે સમાજ અવગત થાય તેવા ઉમેદા હેતુસર સરદારસિંહ રાણાના પરિવાર તથા સરદારસિંહ રાણા સેવા ટ્રસ્ટના ઉપક્રમે વેબસાઈટનું અમદાવા ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરએસએસના મોહન ભાગવત, રાજ્યના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ખ્યાતનામ ઉદ્યોગપતિ કોમલકાંત શર્મા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોન્ચ કરી હતી. આ પ્રસંગે મહાનુભાવોએ સરદારસિંહના જીવનની ઝાંખી કરાવતા પ્રસંગો વર્ણવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને લઈને હોલમાં પુષ્કળ માનવ મેદની ઉપસ્થિત હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ પ્રસંગે શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો.

Previous article સિહોરમાં કેરી, શેરડીના રસના ધંધાર્થીઓ પર આરોગ્યના દરોડા
Next article સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં કડાકા સાથે વરસાદ : ૨ના મોત