એલસીબી તથા તળાજા પોલીસે રૂપિયા ૪૬,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે તળાજા પોલીસને સાથે રાખીને તળાજા તાલુકાના નેશીયા ગામની સીમમાં આવેલ એક વાડી માથી ૧૫૬ બોટલ વિદેશી શરાબના જથ્થા સાથે બુટલેગર ની ધડપકડ કરી હતી. સમગ્ર બનાવ અંગે ભાવનગર એલસીબી કચેરી થી જાણવા મળતી વિગતો અનુસાર એલસીબી ની ટીમ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલીંગ પર હોય એ દરમ્યાન બાતમીદારે એવી માહિતી આપી હતી કે તળાજા તાલુકાના નેશીયા ગામે રહેતો દિગ્વિજય ઉર્ફે મુન્નો બહારથી વિદેશી શરાબનો જથ્થો પોતાની વાડીએ ઉતારી ગેરકાયદે વેપલો કરે છે આથી એલસીબી ના જવાનોએ તળાજા પોલીસને સાથે રાખી નેશીયા-હબૂકવડ રોડ પર આવેલ દિગ્વિજય ઉર્ફે મુન્નો અનોપસિંહ ગોહિલ ની વાડીમાં દરોડો પાડતાં વાડી સ્થિત ઓરડી મા છુપાવેલ ઇંગ્લિશ દારૂની ૧૫૬ બોટલ સાથે બુટલેગર મુન્નો સ્થળપર હાજર મળી આવતા પોલીસે રૂપિયા ૪૬,૮૦૦/- ની કિંમત ના દારૂના જથ્થા સાથે ધડપકડ કરી પ્રાથમિક પુછપરછ હાથ ધરાવતા આ દારૂનો જથ્થો સોનગઢ ગામે રહેતા અજય બળુ ગોહિલ પાસેથી લાવી વેચાણ કરતો હોવાની કેફિયત આપી હતી આથી પોલીસે વિદેશી શરાબના જથ્થા સાથે બુટલેગર મુન્ના વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.