ભાવનગર રેલવે મંડળ મહિલા કલ્યાણ સંગઠન દ્વારા રેલવે મદદનીશોને રેશન કીટનું વિતરણ

294

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) હમેશા રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોને જ નહીં પરંતુ સમાજના નબળા વર્ગને પણ તમામ શક્ય સહાય પૂરી પાડવામાં હમેશા અગ્રેસર રહ્યું છે. આ જ ક્રમમાં, ભાવનગર રેલવે મંડળ મહિલા કલ્યાણ સંગઠનના પ્રમુખ પ્રેરણા ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ, ૦૫ જુલાઈ, ૨૦૨૧ ના રોજ, ભાવનગર ટર્મિનસ સ્ટેશન ખાતે મહિલા કલ્યાણ સંગઠનના સચિવ શ્રીમતી કિરણ હંસેલિયા અને સભ્યો દ્વારા રેશન કીટનું વિતરણ કરાયું હતું.ભાવનગર ટર્મિનસ સહિત ભાવનગર મંડળના તમામ સ્ટેશનોના મદદનીશોને રેશન કીટનું વિતરણ કરાયું હતું. રોગચાળા અને આંશિક લોકડાઉનને કારણે મદદગારની આર્થિક સ્થિતિને પ્રતિકૂળ અસર થઈ છે, જેના કારણે તેઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માનવતાવાદી અભિગમ અપનાવતા ભાવનગર રેલવે મહિલા કલ્યાણ સંગઠને સહાયકોને સહાય પૂરી પાડવાનો નિર્ણય કર્યો હતો.પ્રત્યેક રેશન કીટમાં ચોખા, લોટ, કઠોળ, ખાદ્ય તેલ, ખાંડ, મીઠું, હળદર, મરચું પાવડર, વિગેરે જીવન નિર્વાહની આવશ્યક ચીજવસ્તુઓનું પેકેટ હતું. મહિલા કલ્યાણ સંગઠન દ્વારા મંડળના ૫૫ સહાયકોને રેશન કીટનું વિતરણ કરાયું હતું. ભાવનગર રેલવે મંડળ મહિલા કલ્યાણ સંગઠનની સેવાના આ કાર્યથી તમામ સહાયકો અભિભૂત થઈ ગયા હતા અને ભાવનગર રેલવે મંડળ મહિલા કલ્યાણ સંગઠનની ઉદારતા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Previous articleબીસીસીઆઈ ટીમ ઇન્ડિયામાં ઓપનરને લઇ નારાજ, કોહલી પર ઉઠ્યા સવાલ
Next articleકોરોનાથી અવસાન પામેલ બોટાદના ત્રણ પોલીસ કર્મીના પરિવારોને આઈજીના હસ્તે સહાયના ચેક અપાયા