કર્મચારીઓએ આઠ દર્દીઓનું રેસ્ક્યુ કર્યું
ભાવનગર શહેર ની સિવિલ હોસ્પિટલ (સર.ટી હોસ્પિટલ) ખાતે ફાયરબ્રિગેડ દ્વારા ફાયરસેફ્ટી ડેમોસ્ટ્રેશન યોજવામાં આવ્યું હતું જેમાં આપાત કાલીન જેવો અદ્દલોદલ માહોલ ઉભો કરી હોસ્પિટલમાં ત્રીજા માળે ફસાયેલા ૮ થી ૧૦ દર્દીઓ નું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.શહેરની સર.ટી હોસ્પિટલ સ્થિત નવ નિર્મિત કેન્સર હોસ્પિટલ ખાતે હોસ્પિટલ વહિટી તંત્ર અને ફાયરબ્રિગેડના સંયુક્ત ઉપક્રમે મોકડ્રીલ યોજવામાં આવી હતી જેમાં કેન્સર હોસ્પિટલ ના ત્રીજા માળે ફસાયેલા આઠ થી દસ દર્દીઓ નું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હોય એ રીતે ડેમો ગોઠવવામાં આવ્યો હતો આ મોકડ્રીલ થકી હોસ્પિટલ તંત્ર તથા ફાયરબ્રિગેડના સ્ટાફની કાર્યક્ષમતા ચકાસવામાં આવી હતી.