સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં કડાકા સાથે વરસાદ : ૨ના મોત

921
guj4122018-6.jpg

સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર હવામાનમાં જોરદાર પલ્ટો આવ્યો છે. વાતાવરણના પલ્ટા વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કડાકા સાથે વરસાદ થયો છે. અનેક જગ્યાઓએ કરા સાથે વરસાદ થતા ખેડૂત સમુદાયમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. રાધનપુર એપીએમસી માર્કેટમાં ખુલ્લામાં પડેલા અનાજને કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે. ખેડૂત સમુદાયમાં માવઠાના કારણે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. બીજી બાજુ વીજળી પડતા બેના મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે. અમદાવાદ શહેરમાં પણ બપોર બાદ એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વરસાદી માહોલ સર્જાયો હતો. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે આગામી બે દિવસ દરમ્યાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. આજે ભુજના જુદા જુદા ભાગોમાં કરા સાથે વરસાદ થયો હતો. અંજારમાં પણ વરસાદ થયો હતો. અંજારમાં પણ વરસાદ થયો હતો. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં તાપમાનમાં નજીવા ફેરફારની સ્થિતિ જોવા મળી હતી. જોકે ત્યારબાદ ૨-૩ ડિગ્રીનો વધારો થઈ શકે છે.
રાજકોટથી પ્રાપ્ત અહેવાલ મુજબ વાતાવરણમાં આવેલા પલ્ટા વચ્ચે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ થયો હતો. સૌરાષ્ટ્રના ઉપલેટા અને હળવદમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. હળવદમાં વીજળી પડવાથી બેના મોત થયા હતા. ઉત્તર ગુજરાતમાં ઉંઝામાં પણ ભારે વરસાદ થયો હોવાના સમાચાર મળ્યા છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ વરસાદી છાટા પડ્યા હતા. ઉપલેટામાં પવન સાથે ધોધમાર વરસાદ થયો હતો. મોરબી પંથકમાં પણ વરસાદ થયો છે. મોરબીના જ હળવદમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા હતા. રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી છાંટા પડતા ગરમીથી લોકોને રાહત મળી હતી. ભરઉનાળામાં વરસાદી માહોલ જામતા ખેડૂત સમુદાયમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ખેડૂતોના ઉનાળા પાકને નુકસાન થયું હોવાના અહેવાલ પણ મળ્યા છે. જુનાગઢમાં વરસાદના લીધે કેરીના પાકને નુકસાન થવાની શક્યતા છે. હળવદના મયુરનગર વિસ્તારમાં બપોરના સમયે વીજળીના કડાકા સાથે વરસાદ થયો હતો. આ ગાળા દરમ્યાન વીજળી પડવાથી બેના મોત થયા હતા. મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાં એક મહિલા સીમાબેન તરીકે ઓળખાઈ છે. જ્યારે મેહુલ ઈશ્વરલા તડવી નામના છ વર્ષના બાળકનું પણ મોત થયું છે. બનાવની જાણ થતા ૧૦૮ની મદદથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેને મૃત જાહેર કરાયા હતા. બીજી બાજુ અમદાવાદ શહેરમાં આજે એકાએક બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૮.૯ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૮ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં ડીસા, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પારો આજહવામાન વિભાગ દ્વારા  ઉચા તાપમાનને લઇને કોઇ ચેતવણી જારી કરવામાં ન આવતા તંત્રે રાહતનો દમ લીધો છે. વધતી  ગરમી વચ્ચે  સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો નોંધાઈ રહ્યા છે.આજે દિવસ દરમિયાન આંશિક વાદળછાયુ વાતાવરણ રહેતા લોકોને તીવ્ર તાપથી રાહત મળી હતી. પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના માત્ર ૭ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૨૪૫, કમળાના ૫૩, ટાઇફોઇડના ૭૨ કેસ સપાટી ઉપર આવ્યા છે. એપ્રિલ ૨૦૧૭માં ઝાડા ઉલ્ટીના ૬૧૮ કેસ સપાટી ઉપર આવ્યા હતા. આ મહિનાની શરૂઆત થઇ છે ત્યારે ઝાડા ઉલ્ટીના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના ૭ દિવસના ગાળામાં જ સાદા મેલેરિયાના ૫૨ કેસ સપાટી ઉપર આવ્યા છે. ઝેરી મેલેરિયાના ૩ કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના ૨ મામલા સપાટી ઉપર આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના કોઇ કેસ નોંધાયા નથી.

Previous article દેશના વિર સપુત સરદારસિંહ રાણાની વેબસાઈટ લોન્ચ
Next article મુખ્યપ્રધાન સહિતના ભાજપ નેતાના આજે પ્રતિક ઉપવાસ