મોદી કેબિનેટનું વિસ્તરણઃ ગુજરાતનો દબદબો

250

૧૨ અનુ.જાતિ, ૮ આદિવાસી અને ૨૭ પછાત વર્ગના નેતાઓનો સમાવેશ
કેબિનેટ વિસ્તરણ પહેલાં જાવડેકર, રવિશંકર પ્રસાદ સહિત કુલ ૧૨ મંત્રીઓએ રાજીનામા આપ્યા

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંડળનું આજે વિસ્તરણ થયું છે. ૪૩ નવા પ્રધાનોએ શપથગ્રહણ કર્યા હતા. મોદી સરકારના બીજા કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થયા બાદ પહેલીવાર કેબિનેટમાં ફેરફાર થયો છે. મંત્રી પદના શપથ લેનારા ૪૩ નેતાઓનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતા. રાષ્ટ્રપતિએ એક પછી એક તમામ નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. સૌથી પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાંથી ભાજપ સાંસદ નારાયણ રાણેને શપથ અપાવ્યા હતા. ત્યારબાદ આસામના સર્બાનાંદ સોનોવાલે શપથ લીધા હતા. ત્યારબાદ મધ્ય પ્રદેશના વીરેન્દ્ર કુમાર ખટીકે શપથ લીધા હતા. તેમને થાવરચંદ ગહલોતની જગ્યાએ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે,જે મધ્ય ભારતનો દલીત ચહેરો હતો. મધ્ય પ્રદેશમાંથી જ્યોતિરાદિત્યને પણ કેબિનેટ મંત્રીની શપથ અપાવી છે. મોદી સરકારના કેબિનેટ વિસ્તર પહેલા કેટલાક મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. તે પછી મોદી સરકારમાં નવી કેબિનેટમાં સમાવેશ થનારા ૪૩ મંત્રીઓના નામોની જાહેરાત કરાઈ હતી. તે પછી કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર તેમજ કાયદા અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે પણ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. ટ્‌વીટર સાથેના વિવાદ બાદ રવિશંકર પ્રસાદનું રાજીનામું ચર્ચાનો વિષય બન્યું છે, જ્યારે પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરનું રાજીનામું બધા માટે આશ્ચર્યનો વિષય છે.શપથ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા બનનાર મંત્રીઓ સાથે બેઠક કરી હતી. પીએમ હાઉસમાં થયેલી આ બેઠકમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને સર્બાનંદ સોનોવાલ આ બેઠકમાં સામેલ થયા હતા. મીટિંગમાં વડાપ્રધાન મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરી અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ હાજર હતા.અત્યાર સુધી નાણા મંત્રાલયમાં રાજ્યમંત્રીની જવાબદારી સંભાળી રહેલા હિમાચલના યુવા નેતા અનુરાગ સિંહ ઠાકુરને પણ પોતાના કામનું ઇનામ મળ્યું છે. તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી અમિત શાહની સાથે ગૃહ મંત્રાલયમાં રાજ્યમંત્રીનો કાર્યભાર સંભાળતા જી કિશન રેડ્ડીને પ્રમોશન મળ્યું છે. તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.ગુજરાતના દિગ્ગજ નેતા અને મોદી સરકારમાં રાજ્યમંત્રી રહેલા પુરૂષોત્તમ રૂપાલાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ગુજરાતથી રાજ્યસભા સાંસદ છે રૂપાલા. પહેલીવાર ૯ નવેમ્બર ૨૦૧૪માં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું અને ૨૧ નેતાને સરકારમાં સામેલ કરવામાં આવ્યા હતા. એ સમયે સરકારમાં ૪ નવા કેબિનેટ મંત્રી, ૩ સ્વતંત્ર પ્રભારી રાજ્યમંત્રી અને ૧૪ રાજ્યમંત્રી સહિત કુલ ૨૧ મંત્રીઓને સરકારમાં સામેલ કરવામાં આવ્યા હતા.હવે પીએમ નરેન્દ્ર મોદીની ટીમમાં આ ૩ નવા મંત્રી સહિત હવે ગુજરાત કુલ ૭ મંત્રીઓ થયા છે જેમા ૨ને પ્રમોશન અપાયું છે. દર્શના વિક્રમ જરદોશ (સુરત), ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા (સુરેન્દ્રનગર), દેવુસિંહ ચૌહાણ (ખેડા), પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, એસ. જયશંકર અને અમિત શાહ સહિત કુલ ૭ ગુજરાતી રત્નોને પીએમ મોદીના કેબિનેટમાં સ્થાન મળ્યું છે.

Previous articleસર.ટી હોસ્પિટલ ખાતે ફાયર બ્રિગેડ દ્વારા મોકડ્રીલ યોજાઈ
Next articleટ્રેજેડી કિંગ દિલિપ કુમારની જીવનના અભિયાનમાંથી ‘એક્ઝિટ’