પૂર્વ કેન્દ્રીય મંત્રીની પત્નીની ઘરમાં ઘૂસીને હત્યા કરાઈ

739

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૭
દેશની રાજધાનીમાં અપરાધની વધુ એક ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી દિવંગત પી.આર. કુમારમંગલમની પત્ની કિટ્ટી કુમારમંગલમની તેમના જ ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી છે. દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના ડીસીપીએ જણાવ્યું કે, હત્યાની આ ઘટનાને ગત રાત્રે અંજામ આપવામાં આવ્યો છે. કિટ્ટી કુમારમંગલમ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં રહેતાં હતાં. ડીસીપીએ જણાવ્યું કે આ હત્યાકાંડમાં એક સંદિગ્ધને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય બેની તલાશ ચાલુ છે. હાલ હત્યાના કારણ વિશે જાણી નથી શકાયું.કિટ્ટી કુમારમંગલમના ઘરમાં કામ કરનારી હાઉસ હેલ્પે જણાવ્યું કે, ઘટના વાળી રાત્રે લગભગ ૮ઃ૩૦ વાગ્યે લોન્ડ્રીવાળો ઘરમાં આવ્યો હતો. ત્યારબાદ બીજા બે લોકો આવ્યા હતા. હાઉસ હેલ્પે જણાવ્યું કે બાદમાં આવનારા બંને લોકોએ તેના હાથ-પગ બાંધી દીધા અને કિટ્ટી કુમારમંગલમની હત્યા કરી દીધી. પોલીસે લોન્ડ્રીવાળાની ધરપકડ કરી લીધી છે.મૂળે, ઘટના સમયે કિટ્ટી કુમારમંગલમ હાઉસ હેલ્પ સાથે ઘરે એકલાં હતા. તેઓ સુપ્રીમ કોર્ટમાં વકીલ રહી ચૂક્યા છે. કિટ્ટી કુમારમંગલમનો દીકરો કૉંગ્રેસના નેતા છે અને ઘટનાની જાણકારી મળ્યા બાદ તેઓ બેંગલુરુથી દિલ્હી માટે રવાના થઈ ગયા હતા. કિટ્ટી કુમારમંગલમનાના પતિ પી. રંગરાજન કુમારમંગલમ કૉંગ્રેસ નેતા હતા અને પી.વી. નરસિમ્હારાવની સરકારમાં મંત્રી હતા.

Previous articleટ્રેજેડી કિંગ દિલિપ કુમારની જીવનના અભિયાનમાંથી ‘એક્ઝિટ’
Next articleપેટ્રોલમાં ૩૫ અને ડિઝલમાં ૧૭ પૈસાનો વધારોઃ દિલ્હીમાં પેટ્રોલ ૧૦૦ને પાર