(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૭
ગ્રાહકોને મળેલી એક દિવસની રાહત બાદ આજે ફરી સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલમાં ૩૫ પૈસાનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવ પણ ૧૭ પૈસા પ્રતિ લીટર વધારી દીધા છે. આ વધારા બાદ દિલ્હી અને કોલકાતામાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાની પાર જતો રહ્યો છે.દિલ્હીમાં આજે પેટ્રોલ ૧૦૦.૨૧ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮૯.૫૩ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયુ છે. મુંબઇની વાત કરીએ તો અહી પેટ્રોલ ૧૦૬.૨૫ રૂપિયા પર પહોચી ગયુ છે. ડીઝલ ૯૭.૦૯ રૂપિયા પ્રતિ લીટર પહોચી ગયુ છે. કોલકાતામાં પેટ્રોલ ૧૦૦.૨૩ અને ડીઝલ ૯૨.૫૦ રૂપિયા પ્રતિ લીટરમાં વહેચાઇ રહ્યુ છે. ચેન્નાઇમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા બાદ ૧૦૧.૦૬ અને ૯૪.૦૬ રૂપિયા પ્રતિ લીટર છે.દેશના અન્ય શહેર પટણામાં પેટ્રોલ ૧૦૨.૪૦ રૂપિયા અને ડીઝલ ૯૪.૯૯ રૂપિયા પ્રતિ લીટર છે. લખનઉંમાં પેટ્રોલ ૯૭.૩૩ રૂપિયા અને ડીઝલ ૮૯.૯૨ રૂપિયા પ્રતિ લીટર છે. રાંચીમાં પેટ્રોલ ૯૫.૪૩ અને ડીઝલ ૯૪.૪૮ રૂપિયા પ્રતિ લીટર છે.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ડીલર કમીશન, એક્સાઇઝ ડ્યુટી અને અન્ય વસ્તુ જોડ્યા બાદ તેનો ભાવ લગભગ ડબલ થઇ જાય છે. રોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બદલાવ થાય છે.
ભારત પોતાની જરૂરતનો ૮૯ ટકા કાચા તેલની આયાત કરે છે. પેટ્રોલ અને ડીઝલ પર દર રાજ્યમાં ટેક્સના અલગ-અલગ ભાવ હોય છે.અમદાવાદમાં પણ પેટ્રોલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં ૩૮ પૈસાના વધારા સાથે પેટ્રોલ ૯૭.૦૬ રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યુ છે. જ્યારે ડીઝલમાં ૨૨ પૈસાનો વધારો થતા ૯૬.૪૩ રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યુ છે.