બ્રેકઅપ દરમિયના બંને એક બીજા સાથે વાત ન્હોતા કરતા અને નીતૂ સિંહની રડી રડીને હાલત ખરાબ થઈ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૮
બોલીવૂડની ખૂબસુરત અને દિગ્ગજ અભિનેત્રી નીતૂ સિંહનો જન્મ ૮ જુલાઈ ૧૯૫૮માં દિલ્હીમાં થયો હતો. તેમનું અસલિ નામ હરમીત કૌર છે. નીતૂ કપૂરે બાળ કલાકાર તરીકે હિન્દી સિનેમામાં પોતાની શરૂઆત કરી હતી. તેમણે સૂરજ, દો દૂની ચાર, વારિસ અને ઘર ઘરની કહાની સહિત અનેક ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. નીતૂ સિંહના અભિનયને લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો.મુખ્ય અભિનેત્રી તરીકે નીતૂ સિંહે પોતાના કરિયારની શરુઆત પતિ ઋષિ કપૂર ના ભાઈ રણધીર કપૂરની ફિલ્મ રિક્સેવાલાથી કરી હતી. આ ફિલ્મ વર્ષ ૧૯૭૩માં આવી હતી આ ફિલ્મ બોક્સ ઓફિસમાં ઉપર કંઈ કમાલ ન દેખાડી શકી પરંતુ નીતૂ સિંહના અભિનયને દર્શકોએ ખુબ જ પસંદ કર્યો હતો.ત્યારબાદ તેમણે દીવાર, કભીકભી, અદાલત, અમર, અકબર એન્થોની, ધર્મવીર, જાની દુશ્મન અને કાલા પથ્થર સહિત અનેક શાનદાર ફિલ્મોમાં અભિનય કર્યો હતો. નીતૂ સિંહ પોતાના પ્રોફેશનલની સાથે પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહી છે. ઋષિ કપૂર અને તેમની પ્રેમ કહાની ખુબ જ અલહદા રહી છે.વર્ષ ૧૯૭૪માં ઋષિ કપૂરે નીતૂ સિંહ સાતે ફિલ્મ જહરીલા ઈન્સાન કરી હતી. એ સમયે તેમની ઉંમર માત્ર ૧૪ વર્ષની હતી. સેટ ઉપર ઋષિ, નીતૂને ખૂબજ ખીજવતા હતા. જેનાથી નીતૂ સિંહ ઈરિટેડ થઈ જતી હતી. પરંતુ બંને વચ્ચે નોકઝોક ધીરે ધીરે પ્રેમમાં ફેરવાઈ. જેવી રીતે પ્રેમ કરનારની જિંદગીમાં ઉતાર ચઢાવ આવે છે. તેમ નીતૂ અને ઋષિ કપૂરની પ્રેમ કહાનીમાં પણ કંઈ આવું જ થયું હતું. એક સમય આવ્યો હતો કે જ્યારે બોલીવૂડના આ સ્ટાર કપલનું બ્રેકઅપ થયું હતું. આ સમયે વર્ષ ૧૯૭૯માં તેમની ફિલ્મ ઝૂઠા કહી કાનું શૂટિંગ ચાલતું હતું. આ દરમિયાન નીતૂ અને ઋષિ કપૂરનું બ્રેકઅપ થયું હતું. આ સમયે બંને એક બીજા સાથે વાત ન્હોતા કરતા અને નીતૂ સિંહનો રડી રડીને હાલત ખરાબ થઈ હતી.