સતત બીજા દિવસે પેટ્રોલ ૩૫ પૈસા મોંઘું થઈ ગયું

186

ક્રૂડ પ્રોડક્શનને લઈ ઓપેક પ્લસ દેશોની બેઠકમાં સહમતિ ન સધાતા પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં હજુ વધરો થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૮
પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ૮ જુલાઈ ગુરૂવારના રોજ ફરીથી પેટ્રોલ ૩૫ પૈસા મોંઘું થઈ ગયું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૦.૫૬ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. બીજી તરફ, ડીઝલમાં ૯ પૈસાની વૃદ્ધિ થઈ છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ (Diesel Price Today) ૮૯.૬૨ રૂપિયા પ્રતિ લીટર છે.
હાલના સમયમાં ઈંધણની કિંમતોમાં રાહચ મળવાની આશા ઓછી લાગી રહી છે. ક્રૂડ પ્રોડક્શનને લઈ ઓપેક પ્લસ દેશોની બેઠકમાં સહમતિ નથી સધાઈ. જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોમાં તેજી ચાલુ છે. જેથી સ્થાનિક બજારમાં કિંમતોમાં વધારો ચાલુ રહેવાનું અનુમાન છે.દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ આ પ્રમાણે છે. દિલ્હી- પેટ્રોલ ૧૦૦.૫૬ રૂપિયા અને ડીઝલ ૮૯.૬૨ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ ૧૦૬.૫૯ રૂપિયા અને ડીઝલ ૯૭.૧૭ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ ૧૦૧.૩૬ રૂપિયા અને ડીઝલ ૯૪.૧૭ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ ૧૦૦.૫૪ રૂપિયા અને ડીઝલ ૯૨.૫૩ રૂપિયા પ્રતિ લીટર છે. ૪ મે બાદથી ઈંધણની કિંમતોમાં સતત તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. વર્ષ ૨૦૨૧માં પેટ્રોલની કિંમતો અત્યાર સુધીમાં ૧૫ ટકા વધી છે. માર્ચ અને એપ્રિલમાં જ્યારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમિયાન કિંમતોમાં સ્થિરતા જોવા મળી હતી. ત્યારબાદથી સતત તેજી ચાલુ છે. પેટ્રોલના ભાવ એક વર્ષમાં ૧૯.૪૩ રૂપિયા સુધી વધી ચૂક્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહકHPPrice લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

Previous articleહિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ વીરભદ્રસિંહનું નિધન થયું
Next articleસર્વોત્તમ ડેરીમાંથી ચોરાયેલા ઘીના ડબ્બા સાથે વધુ એક શખસ ઝડપાયો