ભારતીય જનતા પાર્ટી ગુજરાતનાં લોકપ્રિય સાંસદ સભ્યો પુરુષોત્તમ રૂપાલા અને મનસુખભાઈ માંડવિયાને રાજ્ય કક્ષાના મંત્રીમાંથ કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે તેમજ ગુજરાતના નવા ત્રણ સાંસદો દર્શનાબેન જરદોશ, દેવુસિંહ ચૌહાણજીની કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશને ભાવનગર શહેર ભાજપ વતી અવકારવામાં આવ્યા છે. ગુજરાતને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર પ્રકટ કરતા પાંચેય મહાનુભાવોની નિમણુંકને, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવે, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, ભાવનગર શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ, ડી. બી. ચુડાસમા સહિત શહેર સંગઠનના સૌ પદાધિકારીઓ, વરિષ્ઠ અગેવાનો પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજુભાઇ રાણા, પ્રદેશ કારોબારી સદસ્ય મહેન્દ્રભાઈ ત્રિવેદી, હરુભાઈ ગોંડલીયા, અમોહભાઈ શાહ, સુનિલભાઈ ઓઝા, મેયર કિર્તિબેન દાણીધરીયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, શહેર સંગઠનના તમામ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, મહા પાલિકા ના પદાધીકારીઓ, નગરસેવકો, સેલ મોરચાના આગેવાનો, શિક્ષણ સમિતિના ચેરમેન તથા સદસ્યો, વોર્ડ પ્રમુખ-મહામંત્રીઓ સહિતના આગેવાનોએ આવકારી હતી.