રથયાત્રા ૧૭ કિલોમીટરના નિયત રૂટ પર ફરશે,કોવિડની ગાઈડ લાઈનના પાલન સાથે યોજાશે રથયાત્રા : રથયાત્રાને લઈ શહેરમાં ૧૪૪ લાગુ કરાશે
અમદાવાદ જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી મળ્યા બાદ ભાવનગર ખાતેની રથયાત્રાને પણ લીલીઝંડી મળી છે, જેથી આ સાથે મંદિર, પ્રશાસન અને સમિતિ દ્વારા તડામાર તૈયારી કરવામાં લાગી ગયા છે જેને પગલે ભાવનગર કલેક્ટર દ્વારા આયોજન ખંડ ખાતે અધિકારીઓ, સમિતિના ટ્રસ્ટીઓ સાથે મિટિંગ યોજાઈ હતી,કોરોનાની ગાઈડ લાઈન સાથે આ રથયાત્રા યોજાશે તેવો નિર્ણય સ્થાનિક વહીવટી તંત્ર એ કર્યો છે. જે માટેના નિયમો પણ ઘડવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લામાં સોમવારે યોજાનાર ૩૬મી રથયાત્રાને પગલે છેલ્લા કેટલાય સમયથી મુંઝવણતો પ્રશ્ન કે આ વખતે રથયાત્રા નગરચર્યા માટે નીકળશે કે નહી તે સવાલનો આતુરતાનો અંતે અંત આવ્યો છે. આજે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ અંગે નિર્ણય લઈ રથયાત્રાને લીલીઝંડી આપી દીધી છે. જે બાદ મંદિર પ્રશાસન સહિત ભક્તોમાં અનેરી ખુશી જોવા મળી છે.અષાઢી બીજની રથયાત્રાને પગલે સરકારે સ્થાનિક કક્ષાએથી સત્તા સોંપવામાં આવી છે. જે અંતર્ગત શુક્રવારના રોજ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. જેમાં સોમવારે યોજાનાર આ રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ રહેશે અને ભક્તો પણ મંદિરમાં પ્રવેશ કરી શકશે નહી. સવારે ૮ વાગ્યે રથયાત્રા મંદિરથી નીકળશે જે બાદ વર્ષોથી નિયત કરેલો ૧૭ કિલોમીટર રૂટ પર ફરીને મોડામાં મોડી બપોરે ૧ વાગ્યા સુધીમાં મંદિરે પરત આવવાની ફરશે. ભાવનગર માં નિકળનારી ૩૬મી રથયાત્રા અંગેની મંજૂરી શરતોને આધિન આપવામાં આવી છે, આ રથયાત્રામાં મર્યાદિત સંખ્યામાં ટ્રસ્ટીઓ અને મહાનુભાવો, ભાવનગર નેકનામદાર મહારાજા સિવાય તમામ પર પ્રતિબંધ લગાવ્યો છે ભાવી ભક્તો માટે ઓનલાઈન દર્શન કરી શકશે, આ રથયાત્રામાં સામેલ તમામ લોકોએ આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાવવાનો રહશે, કોરોના સંક્રમણ ન થાય અને તે સ્થિતિને ધ્યાને રાખીને રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયા એ જણાવ્યું હતું,રથયાત્રાના સમયમાં ઘટાડો, બપોરે ૧ વાગ્યા સુધી પરત મંદિર આવી જવુ પડશે ભાવનગરમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે નિકળનારી રથયાત્રા શહેરના ૧૭ કિલોમીટર માં ફરશે..જેમાં સવારે ધાર્મિક વિધિ પૂર્ણ કરી ૮ વાગે પ્રસ્થાન કરવામાં આવશે અને બપોરે ૧ વાગ્યા સુધીમાં મંદિર પરિસરમાં પરત ફરશે,